ભારતના આ ટોચના ક્રિકેટરના ઘર પર થયો હુમલો, ત્રણ આરોપીની ધરપકડ
જણાવવામાં આવી રહ્યું છે કે એ લોકોએ શમીના અપાર્ટમેંટ પર હુમલો કર્યો હતો. મેનેજરનો કોલર પકડી તેની સાથે ખરાબ વર્તન કરી મારપીટ કરી હતી. શમી અને તેની પત્નિએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરતા ત્રણ આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે કાર્યવાહી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનિય છે કે આ પહેલા શમી સોશ્યલ મીડિયા પર પોતાની પત્નિની તસવીરો શેર કરીને ચર્ચામાં આવ્યો હતો. આ મામલે બબાલ થઈ હતી.
જાણકારી મુજબ, કોલકતાના કાટજુ નગરમાં રહેતા ક્રિકેટર શમી પોતાની પત્નિ સાથે કારમાં ઘર તરફ જઈ રહ્યો હતો. એ દરમયિાન રસ્તામાં ઉભેલા એક શખ્સ સાથે તેની કારના ડ્રાઈવર અને આરોપીને તકરાર થઈ હતી. શમીએ વચ્ચે-વચ્ચે બચાવ કર્યો અને પોતાના ઘરે પરત ફર્યો. પરંતુ થોડીવાર બાદ આરોપી કેટલાક લોકો સાથે આવ્યો હતો.
કોલકાતા: ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી સાથે ખરાબ વ્યવહાર અને તેના ફ્લેટ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ સંબંધે શમીએ કોલકતાના જાદવપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરીયાદ દાખલ કરી છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -