ગાંધીનગરઃ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગુજરાતની બે દીકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. પેટા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે પેરા ટેબલ ટેનિસમાં જ સોનલબેન પટેલે બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાન મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર શુભેચ્છાઓ પાઠવી હતી.






ભાવિના પટેલે નાઇઝીરીયાની ક્રિસ્ટીયાનાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસ ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વાસ્તવમાં, આ ભારતીય ખેલાડીએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. ભાવિના પટેલના ગામમાં આતિશબાજી કરી લોકોએ ઉજવણી કરી હતી.






જ્યારે ગુજરાતની સોનલ બેન પટેલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી સોનલબેન મનુભાઈ પટેલે મહિલા સિંગલ્સ કેટેગરીમાં 3-5થી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સોનલ પટેલે ઇગ્લેન્ડની સુ બેઈલીને 11-5, 11-2, 11-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.