PKL Final 2022: દબંગ દિલ્હીએ પ્રૉ કબડ્ડી લીગ (PKL)ની સિઝન આઠમાં ખિતાબી જીત મેળવી લીધી છે. દબંગ દિલ્હી પટના પાયરેટ્સને ફાઇનલમાં હરાવીને પહેલીવાર ચેમ્પીયન બની છે. દિલ્હીએ ફાઇનલમાં પટનાને માત્ર એક પૉઇન્ટનથી એટલે કે 37-36 થી માત આપી. ખાસ વાત છે કે પહેલીવાર પટના પોતાની ખિતાબી મેચ હારી છે, અને ચોથીવાર ચેમ્પીયન બનવામાં એકમાત્ર ભૂલ મોટી સાબિત થઇ. 


દબંગ દિલ્હીના જીતના હીરો નવી કુમાર અને વિજય મલિક રહ્યાં, બન્ને રેડરોએ પટના પર કમર કસી રાખી, ફાઇનલ મેચમાં નવીને 13 પૉઇન્ટ લીધા તો વિજય મલિકે 14 રેડ પૉઇન્ટ હાંસલ કર્યા હતા. બન્ને સુપર ટેન કરીને દબંદ દિલ્હીની જીત અપાવી હતી. 


તો વળી બીજી બાજુ પટનાએ પણ દમદાર રમત બતાવી, પરંતુ અંતે હારનો સામનો કરવો પડ્યો, પટના તરફથી સચિન તંવરે 10 અને ગુમાન સિંહે 9 રેડ પૉઇન્ટ મેળવ્યા હતા. જોકે, અન્ય કોઇ ખેલાડી સારુ પ્રદર્શન ના કરી શક્યા અને મેચ હારી ગઇ. ઉલ્લેખનીય છે કે, પહેલા હાફમાં પટના પાયરેટ્સ આગળ રહી હતી, પરંતુ બીજા હાફમાં દિલ્હીએ બાજી મારી લીધી. 




પટનાની હારમાં અને દિલ્હીની જીતમાં પટનાના કૉચની એક માત્ર ભૂલ ટીમને મોંઘી પડી હતી. પહેલી 30 મિનીટ સુધી પટના પાયરેટ્સ આગળ ચાલી રહી હતી, પરંતુ વિજય મલિકે 30મી મિનીટે સુપર રેડ (Super Raid) કરીને પટનાને લીડને ઓછી કરી દીધી હતી. આ પછી નવીનને મોનૂએ ટેકલ કરીને સ્કૉર 24-24થી બરાબર કરી લીધો હતો, સાજિન ચંદ્રશેખર (Sajin Chandrashekhar)ને આઉટ કરીને નવીને પોતાની સુપર 10 રેડ પુરી કરી હતી. 34મી મિનીટમાં દિલ્હીએ પટનાને ઓલઆઉટ કરીને  30-28 થી લીડ બનાવી લીધી હતી. જોકે 2 પૉઇન્ટની લીડ એટલી વધારે ન હતી કે પટના વાપસી ના કરી શકે, પરંતુ કૉચની ભૂલે પટનાને આગળ આવવાના મોકો છીનવી લીધા, તેમને તમામ સબ્સટ્યૂટનો ઉપયોગ કરી લીધો હતો. 




જોગિન્દર નરવાલની ટીમ દબંગ દિલ્હી અનુભવી ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી હતી, મનજીત છીલ્લરથી લઇને સંદીપ નરવાલ, નવીન કુમાર, વિજય મલિક, કિશન ધૂલ વગેરે ખેલાડીઓએ પોતાનો દમ બતાવ્યો અને પહેલીવાર પ્રૉ કબડ્ડી લીગની ચેમ્પીયન બની હતી.