WORLD RECORD: ડેવિડ મિલરે T20 ક્રિકેટમાં 35 બોલમાં ફટકારી સૌથી ઝડપી સદી
આ પહેલા ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના રિચર્ડ લેવીના નામે હતો. જેણે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 45 બોલમાં સદી બનાવી હતી. બીજા નંબર પર પણ સાઉથ આફ્રિકાનો બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ છે. જેણે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 46 બોલ પર સેન્ચ્યુરી પૂરી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટી20 ઇન્ટરનેશનલની સૌથી ઝડપી અને ટી20 ક્રિકેટની ત્રીજી ઝડપી સેન્ચ્યુરી છે. ક્રિસ ગેઇલ (30 બોલ, RCB vs પુણે વોરિયર્સ) અને એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ (34 બોલ, કેટ vs મિડલસેક્સ) જ તેનાથી ઝડપી શતક બનાવવામાં આગળ છે.
દક્ષિણ આફ્રીકના ધુરંધર બેટ્સમેન ડેવિડ મિલરે બાંગ્લાદેશ વિરૂદ્ધ માત્ર 35 બોલમાં સેન્ચુરી ફટકારીને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો છે. મિલરે 36 બોલમાં સાત ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી અણનમ 101ર રન બનાવ્યા અને માત્ર 35 બોલમાં સેન્ચુરી ફટકારીને રિચર્ડ લેવીનો 2012માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બનાવેલ 45 બોલમાં સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મિલરની આ પહેલી સેન્ચ્યુરી હતી. 18મી ઓવરની શરૂઆત સુધી મિલર અર્ધશતક સુધી પણ પહોંચ્યો નહોતો. પરંતુ જ્યારે સૈફુદ્દીન બોલિંગ માટે આવ્યો ત્યારે તેણે એક જ ઓવરમાં પાંચ-પાંચ સિક્સ ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -