દિલ્લીના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર એક વાર ફરીથી પોતાની ઈન્સ્ટાગ્રામ રિલ્સના કારણે ચર્ચામાં આવ્યો છે. આ વખતે ડેવિડ વોર્નર KGF ના રૉકીભાઈના રુપમાં નજર આવ્યો છે. વોર્નરનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. 


ડેવિડ વોર્નર આ વીડિયોમાં KGFના રૉકીભાઈના રુપમાં આવ્યો છે. આ વીડિયોમાં વોર્નર KGFનો ફેમસ ડાયલોક વાયલન્સ.. વાયલન્સ.. વાયલન્સ.. આઈ ડોન્ટ લાઈક ઈટ. આઈ અવોઈડ.. બટ વાયલન્સ લાઈક્સ મી, કાન્ટ અવોઈડ બોલતો દેખાય છે. વોર્નરનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે વીડિયોમાં ડેવિડ વોર્નર એક્ટિંગ પણ કરી રહ્યો છે અને તેના બેટ વડે શોટ્સ પણ લગાવી રહ્યો છે.






આ સિઝનમાં વોર્નરનું પ્રદર્શનઃ
કોલકાતા સામે રમાયેલી મેચમાં ડેવિડ વોર્નરે ધમાકેદાર ફિફ્ટી બનાવી હતી. આ દરમિયાન વોર્નરે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા  હતા. ડેવિડ વોર્નર આઈપીએલમાં 51મું અર્ધશતક લગાવાની સાથે જ 5500 રનનો આંકડો મેળવનાર પહેલો વિદેશી પણ બન્યો છે. આ સિવાય વોર્નર આઈપીએલમાં સૌથી વધુ 50 કે તેથી વધુ રનની ઈનિંગ રમનાર બેટ્સમેન પણ બન્યો છે. વોર્નરે આ કમાલ 55મી વખત કર્યો છે.