IPL 2022: આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ રમાઈ રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમની શરુઆત ખરાબ રહી હતી. ટીમના ઓપનર બેટ્સમેન વેંકટેશ ઐયર (6 રન) અને એરોન ફિંચ (7 રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યર પણ 25 બોલમાં 28 રન બનાવીને ઉમરાન મલિકના બોલ પર બોલ્ડ થઈ ગયો હતો.
કોલકાતાના મિડલ ઓર્ડર બેટ્સમેન નિતિશ રાણાએ ટીમને સંભાળી હતી. નિતિશ રાણાએ તોફાની બેટિંગ શરુ કરીને 13મી ઓવરમાં ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન ઉમરાન મલિક બોલિંગ કરવા આવ્યો હતો ત્યારે નિતિશ રાણાએ જોરદાર સિક્સર ફટકારી હતી. આ સિક્સરથી બાઉન્ડ્રી બહાર પડેલા ફ્રિજનો કાચ તુટી ગયો હતો. આ શોટ્સ બદલ નિતીશ રાણાની સોશિયલ મીડિયામાં ઘણી પ્રસંશા થઈ હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, કેન વિલિયમ્સન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન: વેંકટેશ ઐયર, એરોન ફિન્ચ, શ્રેયસ ઐયર (C), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન, હર્ષિત રાણા, પેટ કમિન્સ, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
આ પણ વાંચોઃ