ટીમ ઈન્ડિયાના બોલર પર થયેલા જીવલેણ હુમલાને લઈ સેહવાગે શું આપી પ્રતિક્રિયા, જાણો વિગત
ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું કે, આ મામલે આરોપીએ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભંડારી સૈયર મુશ્તાક અલી ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓની ટ્રાયલ લઇ રહ્યો હતો. એક ખેલાડી તેની પાસે આવ્યો અને પૂછ્યું કે કેમ પસંદ ન કર્યો. જેના પર ભંડારીએ કહ્યું કે, પસંદગી મેરિટના આધારે કરવામાં આવી છે. જે બાદ 10-12 લોકો દીવાલ કૂદીને આવ્યા તેના પર હુમલો કર્યો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેના માથામાં 10 ટાંકા આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને DDCA સિલેક્શન કમિટીના ચેરમેન અમિત ભંડારી પર આજે કેટલાંક ગુંડાઓએ મેદાન પર જ હોકી સ્ટિકથી હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સારવાર માટે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને માથામાં સાત ટાંકા આવ્યા હતા.
અમિત ભંડારી પર હુમલો થયા બાદ પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને કહ્યું કે, જેણે પસંદગી નહીં થવાના કારણે હુમલો કર્યો છે તેવા ખેલાડી માટે આજીવન પ્રતિબંધ લગાવવાની માંગ કરું છું.
ભંડારી પર હુમલા બાદ વિરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરીને કહ્યું કે, એક ખેલાડીને નહીં પસંદ કરવા માટે પસંદગીકર્તા અમિત ભંડારી પર હુમલો શરમજનક છે. મને આશા છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે અને આવી ઘટનાઓથી બચવાના ઉપાય કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -