DKની પત્ની દીપિકા છે ભારતની ટોપ સ્ક્વોશ પ્લેયર, હીરોઈનને ટક્કર મારે તેવી છે ગ્લેમરસ, જાણો બંનેની લવ સ્ટોરી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકા પલ્લીકલનો જન્મ 21 સપ્ટેમ્બર, 1991માં ચેન્નાઈમાં થયો હતો. દીપિકા જર્મન ઓપન, ડચ ઓપન, ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન અને સ્કોટિશ ઓપનરનો ખિતાબ જીતી ચુકી છે. દીપિકા અર્જૂન એવોર્ડ જીતનારી પ્રથમ મહિલા સ્ક્વોશ પ્લેયર છે. 2014માં પદ્મ શ્રી એવોર્ડ પણ એનાયત કરાયો હતો.
દીપિકાએ જણાવ્યું હતું કે, કાર્તિક એકેડમીમાં મને ટ્રેનિંગ દરમિયાન જોતો હતો. ત્યાર બાદ કાર્તિક અને દીપિકાએ ફેબ્રુઆરી 2013માં સગાઈ કરી લીધી હતી. ક્રિકેટ પસંદ ન હોવા છતાં આઈપીએલમાં મેચ જોવા માટે આવતી હતી. 18 ઓગસ્ટ 2015માં ખ્રિસ્તી અને 20 ઓગસ્ટના રોજ હિન્દુ રિતરીવાજો અનુસાર બંન્નેએ લગ્ન કર્યા હતાં.
બંન્નેની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં પરીણમી હતી. વર્ષ 2013માં દીપિકા લીડ્સમાં ટ્રેનિંગ લઈ રહી હતી અને કાર્તિક ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો હતો. આ દરમિયાન દીપિકા કેનેડામાં મીડોવુડ ફાર્મેસી ઓપનનું ટાઈટલ જીતી હતી. આ સમયે કાર્તિક તેને મળવા માટે પહોંચ્યો હતો. જેનાથી દીપિકા ઈમ્પ્રેસ થઈ હતી અને પ્રેમ કરવા લાગી હતી.
દિનેશ કાર્તિક અને દીપિકાની લવસ્ટોરી બહુ જ રસપ્રદ છે. એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું હતું કે, તેમને પ્રથમ નજરે પ્રેમ થયો નહોતો. બંન્ને 2009માં પ્રથમવાર એક જીમમાં મળ્યા હતા. બંન્ને ખેલાડી હોવાના કારણે એક જ કોચના હેઠળ ટ્રેનિંગ લઈ રહ્યા હતાં જેને કારણે અમારે દરરોજ મળવાનું થતું હતું. બાદમાં બંન્ને વચ્ચે સારી મિત્રતા થઈ હતી જોકે, પ્રેમ જેવું કાંઈ નહોતું.
ત્યાર બાદ દિનેશ કાર્તિકે ભારતની સ્ટાર સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લિકલ સાથે 18 ઓગસ્ટ 2015માં ચેન્નાઈની એક હોટલમાં કિશ્ચિયન રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. જ્યારે તેમણે 20 ઓગસ્ટ 2015માં હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે પણ લગ્ન કર્યા હતા.
ઈન્ડિયન પ્રિમિયર લીગ 2018માં કોલકત્તા નાઈટ રાઈડર્સે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી દિનેશ કાર્તિકે બે વાર લગ્ન કર્યા છે. પ્રથમ લગ્ન નિકિતા વનઝારા સાથે કર્યા હતા. જેણે બાદમાં દિનેશ કાર્તિકને દગો આપીને કાર્તિકના ફ્રેન્ડ અને બેટ્સમેન મુરલી વિજય સાથે અફેર ચલાવ્યું હતું. પોતાની પત્નીના મુરલી વિજય સાથેના અફેરની જાણ થતાં કાર્તિકે તેને ડિવોર્સ આપી દીધા હતા. કાર્તિક અને નીકિતાના લગ્ન પાંચ વર્ષ ટક્યા હતા.
કોલંબો: બાંગ્લાદેશને 4 વિકેટથી પરાજય આપી ભારતે નિદાહાસ કપ T-20ની ફાઈનલ મેચ જીતી હતી. ભારે રોમાંચક બનલી મેચમાં ભારતને છેલ્લી ઓવરમાં જીતવા 12 રન જરૂર હતી ત્યાર બાદ 1 બોલમાં 5 રનની જરૂર હતી. પરંતુ સૌમ્ય સરકારની ઓવરમાં છેલ્લા બોલે દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી ભારતને અકાલ્પનિક જીત અપાવી હતી. જ્યારે આ મેચનો હિરો પણ દિનેશ કાર્તિક છે. દિનેશ કાર્તિક કોણ છે અને તેણે કોની સાથે લગ્ન કર્યા તેની પર એક નજર કરીએ...
- - - - - - - - - Advertisement - - - - - - - - -