Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ધોની સાથે તુલના થવા પર આ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, જે યુનિવર્સિટીમાં ધોની ટોપર છે, હું હજુ ત્યાં ભણી રહ્યો છું
કાર્તિકે મુંબઈના ક્રિકેટર અભિષેક નાયરને પોતાની સફળતાનો શ્રેય આપ્યો. કાર્તિકે કહ્યું કે, તે (અભિષેક) પાછલા અઢી વર્ષથી મારા કરિયરમાં સૌથી મહત્વનો ભાગ રહ્યો છે. તેણે રણીનિતિ બનાવવામાં મારી મદદ કરી. તેને ખબર છે કે કઠોર પરિશ્રમ કરવાની સાચી રીત શું છે. તે મારા જીવનમાં નદીની જેમ છે અને હું એક હોડીની જેમ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅચાનક ચર્ચામાં આવ્યાના સવાલ પર કાર્તિકે કહ્યું કે, હું સૌના આકર્ષણમાં છું, આ સારું લાગે છે. વર્ષોથી મેં જે સારા કાર્યો અને કર્મ કર્યા છે આ તેનું પરિણામ છે કે છેલ્લા બોલ પર હું સિક્સર મારી શક્યો. આ યાદગાર પળોનો યાદ કરતા કાર્તિકે કહ્યું, તે પળોને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. અચાનક મળેલા આકર્ષણથી ખુશી મળે છે.
જણાવી દઈએ કે ધોનીના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાના ત્રણ મહિના પહેલા કાર્તિકે પોતાની પહેલી ઈન્ટરનેશનલ મેચ સપ્ટેમ્બર 2004માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી હતી. આગલા 14 વર્ષોમાં ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો, જ્યારે કાર્તિક અંદર બહાર થતો રહ્યો અને તક મળવાની રાહ જોતો રહ્યો. પોતાના ક્રિકેટના કરિયર વિશે કાર્તિકે કહ્યું કે તેમનું (ધોની) અને મારું કરિયર બિલકુલ અલગ રહ્યું છે.
ચેન્નઈઃ દિનેશ કાર્તિક ભલે બાંગ્લદેશ વિરૂદ્ધ ત્રિકોણીય ટી20 ફાઈનલમાં આઠ બોલમાં અણનમ 29 રન બનાવીને દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો હોય પરંતુ આ વિકેટકીપર બેટ્સમેનનું કહેવું છે કે જ્યારે સર્વશ્રેષ્ઠ ફિનિશરની વાત આવે ત્યારે તે ખુદને હજુ પણ યૂનિવર્સિટીનો વિદ્યાર્થી માને છે જ્યારે મહેન્દ્ર સિંહ ‘ટોપર’ છે. મારી તુલના ધોનીની સાથે કરવી સારી બાબત નથી. હું જ્યાં છું ત્યાં ખુશ છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -