પીટરસને ટ્વિટ કરીને લખ્યું, મને ચીનના એક બજારનો વીડિયો કોઈકે મોકલ્યો હતો. જેમાં તેઓ જીવતા કૂતરાને ઉકળતા પાણીમાં પકાવી રહ્યા છે અને દુનિયા લોકડાઉન છે.
પીટરસને એમ પણ લખ્યું, કોરોનાની શરૂઆત ક્યાંથી થઈ ? કોરોના વાયરસનો સ્ત્રોત વુહાનનું ગંદુ બજાર માનવામાં આવે છે. જ્યાં મૃત અને જીવતા બંને પ્રકારના જાનવરોને વેચવામાં આવે છે.
આ પહેલા પાકિસ્તાનના સ્પીડ સ્ટાર અને રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા શોએબ અખ્તરે ચીનને લઈ કહ્યું હતું, તમારે ચામાચીડિયા ખાવાની કે તેમના અને પેશાબ પીવાની શું જરૂર છે. તેના કારણે સમગ્ર વિશ્વમાં આ વાયરસ ફેલાયો છે. હું ચાઇનીઝ લોકોની વાત કરું છું. તેમણ સમગ્ર વિશ્વને મુશ્કેલમાં નાંખી દીધી છે. મને સમજમાં નથી આવતું કે તમે ચામાચીડિયા, કૂતરા અને બિલાડીને કેવી રીતે ખાઈ શકો છો. મને ખરેખર ખૂબ ગુસ્સો આવે છે.
પીટરસને ઈંગ્લેન્ડ તરફથી 104 ટેસ્ટમાં 23 સદી અને 35 અડધી સદી સાથે 8181 રન બનાવ્યા છે. જ્યરે 136 વન ડેમાં 9 સદી અને 25 ફિફ્ટી સાથે 4440 રન બનાવ્યા છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી-20ની 37 મેચમાં 141.5ના સ્ટ્રાઇક રેટથી 1176 રન નોંધાવ્યા છે.