આર્ચરે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મુકાબલમાં સુપર ઓવરમાં બોલિંગ કરી હતી. ટુર્નામેન્ટની પાંચમી મેચમાં અફઘાનિસ્તાન સામે તેને ઈજા થઈ હતી. જે બાદ ઈંગ્લેન્ડે ભારત અને ન્યૂઝીલેન્ડ સામે રમવાનું હતું. જેના કારણે કેપ્ટન ઈયોન મોર્ગને તેના મુખ્ય ફાસ્ટ બોલરને આરામ નહોતો કરાવ્યો.
આર્ચરે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને ઘણું દર્દ થતું હતું. હું ભાગ્યશાળી છું કે તેમાંથી ઝડપથી મુક્ત થઈ શક્યો. અફઘાનિસ્તાન સામેની મેચમાં થયેલી ઈજા ગંભીર હતી અને તે બાદ એકપણ મેચ હું દવાઓ વગર રમ્યો નહોતો.
ટુર્નામેન્ટ દરમિયાન મને એક પણ સપ્તાહનો આરામ નહોતો મળ્યો. મેચ બે-ત્રણ દિવસના અંતરે જ રમાતી હોવાથી પૂરતો આરામ થઈ શકતો નહોતો. મારે ઈજામુક્ત થવા 10 દિવસ આરામની જરૂર હતી. ઈંગ્લેન્ડની ટીમ 1 ઓગસ્ટથી ઓસ્ટ્રેલિયા સામે પ્રતિષ્ઠિત એશિઝ સીરિઝ રમશે. આર્ચર હજુ સુધી ઈંગ્લેન્ડ તરફથી એક પણ ટેસ્ટ રમ્યો નથી.
રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, NDRFની ટીમો કરાઈ તૈનાત, જાણો વિગત
પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર શું હવે ઈંગ્લેન્ડ તરફથી રમશે ? જાણો વિગતે
મુંબઈ વરસાદથી ગુજરાતનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો કઈ ટ્રેન કરાઈ રદ્દ