ઈંગ્લેન્ડ સામે શાનદાર સદી પછી વિરાટે બેટ નીચે મૂકીને અનુષ્કાએ આપેલી કઈ ચીજ કાઢીને તેને કિસ કરી ?
નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ સદી ફટકારી સાબિત કરી દીધું કે તે 2014નો ઇગ્લેન્ડ પ્રવાસની કડવી યાદો પાછળ છોડી ચૂક્યો છે. વિરાટને ભલે બીજા છેડેથી અન્ય બેટ્સમેનનો સાથ ના મળ્યો હોય પરંતુ તેણે એકલા દમ પર ભારતને મેચમાં બનાવી રાખ્યું હતું. વિરાટ માટે ઇગ્લેન્ડમાં તેની પ્રથમ ટેસ્ટ સદી હતી જેથી તેણે ખાસ અંદાજમાં ઉજવણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે ચાર વર્ષ અગાઉ જ્યારે કોહલી ઇગ્લેન્ડ પ્રવાસ પર ફ્લોપ થયો હતો ત્યારે તેણે પાંચ ટેસ્ટ મેચની 10 ઇનિંગમાં ફક્ત 139 રન બનાવ્યા હતા. પરંતુ આ વખતે તેણે પ્રથમ મેચમાં જ 149 રન બનાવી લીધા છે.
સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ પોતાના ગળામાં ચેનમાં નાખેલી સગાઇની રિંગને કિસ કરી હતી. કોહલીએ 149 રનની શાનદાર ઇનિંગ મળી હતી. તેણે આ સદી પોતાની પત્ની અનુષ્કા શર્માને ડેડિકેટ કરી હતી. વાસ્તવમાં 2014માં ઇગ્લેન્ડ પ્રવાસ દરમિયાન નિષ્ફળ રહેવાને કારણે વિરાટ કોહલીને અનેક ટીકાઓનો સામનો કરવો પ઼ડ્યો હતો. તે સમયે અનુષ્કા પણ સાથે હતી અને તેને પણ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -