T-20માં ભારતને ફરી ભારે પડેલા લુઈસે ક્યા ભારતીય બોલરની એક ઓવરમાં 5 સિક્સર ઠોકેલી ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In App27 ડિસેમ્બર 1991માં જન્મેલા ઇવિન લૂઇસે અત્યાર સુધીમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી 19 વન-ડે અને 13 ટી-20 મેચ રમી છે. વન-ડેમાં લૂઇસે એક સદી ફટકારી છે જ્યારે ટી-20માં બે સદી ફટકારી છે જે બંન્ને ભારત સામે ફટકારી છે. લૂઇસ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે છતાં આઇપીએલમાં તેને કોઇ પણ ટીમે ખરીદ્યો નહોતો.
લૂઇસે આ મેચમાં ફક્ત 48 બોલમાં 100 રન બનાવ્યા હતા. લૂઇસે આ મેચમાં ભારતીય બોલર સ્ટુઅર્ટ બિન્નીની એક જ ઓવરમાં પાંચ સિક્સ ફટકારી હતી. જોકે, અંતિમ બોલ પર તે સિક્સ ફટકારી શક્યો નહોતો જેને કારણે યુવરાજસિંહના રેકોર્ડની બરોબરી કરી શક્ચો નહોતો.
લૂઇસની ટી-20 ફોર્મેટમાં આ બીજી સદી હતી. તેણે આ અગાઉ પણ ભારત સામે જ 27 ઓગસ્ટ 2016ના રોજ પ્રથમ ટી-20 સદી ફટકારી હતી. 2016માં ફ્લોરિડામાં રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટી-20 મેચમાં લૂઇસે ભારતીય બોલિંગની ધોલાઇ કરી હતી.
નવી દિલ્હીઃ ભારત સામેની એકમાત્ર ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝનો નવ વિકેટથી વિજય થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી ઓપનર ઇવિન લૂઇસે શાનદાર અણનમ સદી (125) રન ફટકાર્યા હતા. એવિન લૂઇસે પોતાના દમ પર વેસ્ટ ઇન્ડિઝને વિજય અપાવ્યો હતો. ભારતે આપેલા 190 રનના ટાર્ગેટને વેસ્ટ ઇન્ડિઝે એક વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -