ફીફા અંડર -17 મહિલા વર્લ્ડકપની ફાઇનલ 30 ઓક્ટોબરના રોજ નવી મુંબઇના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે સેમિફાઇનલ ગોવામાં રમાશે. ફીફા અને સ્થાનિક આયોજન સમિતિએ બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી. ભારતની લીગ તબક્કામાં પોતાની મેચ 11 ઓક્ટોબરથી ભુવનેશ્વરમાં રમાશે. સત્તાવાર ડ્રો 24 જૂનના રોજ થશે. ગ્રુપ તબક્કામાં 24 મેચ રમાશે જે 18 ઓક્ટોબર સુધી ત્રણ રાજ્યો ઓડિશા, ગોવા અને મહારાષ્ટ્રમાં આયોજીત કરવામાં આવશે. ભારત આ અગાઉ વર્ષ 2018માં પુરુષોના અંડર-17 ફીફા વર્લ્ડકપનું આયોજન કરી ચૂક્યું છે.

ક્વાર્ટર ફાઇનલ 21 અને 22 ઓક્ટોબરના રોજ રમાશે. જ્યારે સેમિફાઇનલ 26 ઓક્ટોબરના રોજ રમાશે. ભારત ગ્રુપ તબક્કામાં  પોતાની મેચ 11,14 અને 17 ઓક્ટોબરના રોજ ભુવનેશ્વરના કલિંગ સ્ટેડિયમમાં રમશે. નવી મુંબઇમાં ડીવાય પાટીલ સ્ટેડિયમ અને ફતોર્દામાં પંડિત જવાહરલાલ  નેહરુ સ્ટેડિયમમાં બે-બે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે.

ટુનામેન્ટમાં ભાગ લેશે 16 ટીમ

એલઓસી પરિયોજના નિર્દેશક  અંકુશ અરોરા અને નંદિની અરોરાએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે કાર્યક્રમ જાહેર કરવો આ ઐતિહાસિક ટુનામેન્ટના આયોજનની  એક મહત્વપૂર્ણ ક્ષણ છે. ભારતની બીજી ફીફા ટુનામેન્ટની યજમાની કરવાની તૈયારીઓ યોગ્ય દિશામાં ચાલી રહી છે. ટુનામેન્ટમાં કુલ 16 ટીમ ભાગ લઇ રહી છે અને તેમાં કુલ 32 મેચ રમાશે.

ફિલ્મોના આ જાણીતા હીરો પર નોંધાયો છેતરપિંડીનો કેસ, મહિલા પાસેથી લીધા હતા બે કરોડ ને પછી............

Pushpa The Rule: પુષ્પા - 2ના શૂટિંગને લઈને આવ્યું અપડેટ, જલ્દી જ આવશે ચાહકોની આતુરતાનો અંત

2022 Citroen C3 Turbo petrol review: Citroen C3 છે પાવરપેક હેચબેક, જાણો ક્યારથી શરૂ થશે પ્રીબુકિંગ

32 વર્ષીય મહિલા સાંસદે પેન્ટ સાથે બ્રામાં કરાવ્યુ હૉટ ફોટોશૂટ, વીડિયોમાં જુઓ બૉલ્ડ અવતાર