Argentina vs Saudi Arabia: સાઉદી અરેબિયા સામેની મેચમાં લિયોનેલ મેસીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી 4 અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બની ગયો છે. આ દિગ્ગજ ફૂટબોલરે ફિફા વર્લ્ડ કપ 2006, ફિફા વર્લ્ડ કપ 2014, ફિફા વર્લ્ડ કપ 2018 અને ફિફા વર્લ્ડ કપ 2022માં ગોલ કર્યા હતા. જો કે આ મેચમાં ખિતાબના પ્રબળ દાવેદાર મનાતા આર્જેન્ટિનાને હારનો સામનો કરવો પડ્યો છે.
સાઉદી અરેબિયાએ કર્યો મોટો અપસેટ
વાસ્તવમાં, FIFA વર્લ્ડ કપ 2022ના ત્રીજા દિવસે એક મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી હરાવ્યું છે. લિયોનેલ મેસીના ગોલ છતાં આર્જેન્ટિનાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે આર્જેન્ટિનાનો છેલ્લી 36 મેચમાં હારવાનો રેકોર્ડ તૂટી ગયો છે. બીજી તરફ આ મેચની વાત કરીએ તો આર્જેન્ટિનાએ પહેલા હાફમાં આક્રમક રમત બતાવી હતી. લિયોનેલ મેસીના ગોલને કારણે આર્જેન્ટિના પ્રથમ હાફમાં 1-0થી આગળ હતું, પરંતુ તે પછી સાઉદી અરેબિયાએ જોરદાર વાપસી કરી હતી.