એન્કરે એવોર્ડ વિજેતા યુવતીને પૂછ્યો શું અશ્લીલ સવાલ કે ફૂટબોલર યુવતી નારાજ થઈને ચાલવા માંડી
જોકે, બાદમાં મામલો સંભાળવાની કોશીશ કરતાં અન્ય એન્કરે તેની સાથે ડાન્સ કર્યો હતો, અને પછી મામલો થાળે પડયો હતો. અલબત્ત, આ પ્રકારનો સવાલ કરવા બદલ સોશ્યલ મીડિયામાં ડીએજ માર્ટિન સોલ્વેગેની ઉગ્ર ટીકા થઈ હતી. ટેનિસના ટોચના બ્રિટીશ ખેલાડી એન્ડી મરેએ તેની ઉગ્ર શબ્દોમાં ટીકા કરી હતી. વિવાદને વધતો જોઈને ડીજે માર્ટિન સોલ્વેગે આ અંગે માફી માગી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલરને આપવામાં આવતા શ્રેષ્ઠ એવોર્ડ Ballon d'Orનો સમારોહ પેરિસમાં યોજાઇ ગયો. આ બાલોન ડી'ઓર સમારોહમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. એન્કરિંગ દરમિયાન એન્કરે ફૂટબૉલ એવોર્ડ વિનરને એવો અશ્લીલ સવાલ કર્યો કે તે મહિલા ફૂટબૉલર સ્ટેજ છોડીને ચાલી ગઇ હતી.
પેરિસમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં એક વિવાદ પણ સર્જાયો, જ્યારે એવોર્ડ લેવા પહોંચેલી હેર્ગબેર્ગને એન્કરિંગ કરી રહેલા ડીજે માર્ટિન સોલ્વેગે એક અશ્લીલ સવાલ પુછ્યો હતો.
સોલ્વેલે જાહેર કાર્યક્રમમાં હેર્ગબેર્ગને પુછ્યું કે, શું તને ટ્વેર્ક (એક પ્રકારનો અશ્લીલ ડાન્સ) આવડે છે? આ પ્રકારનો સવાલ સાંભળીને બાલોન ડી'ઓર એવોર્ડ વિજેતા ખેલાડી ચોંકી ઉઠી અને ગુસ્સે ભરાઇને સ્ટેજ છોડીને ચાલવા માંડી હતી.
દુનિયાના શ્રેષ્ઠ ફૂટબોલરને એનાયત થતી બાલોન ડી'ઓર ટ્રોફી આ વખતથી ટોચની મહિલા ફૂટબોલરને પણ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે સંદર્ભે સૌપ્રથમ એવોર્ડ ફ્રાન્સના લિયોનની કલબ તરફથી રમતી નોર્વેની ફૂટબોલર એડા હેર્ગબેર્ગને એનાયત કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -