દુનિયાના દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષની ઉંમરે નિધન થયું છે. અર્જેટીનાના મીડિયાએ આ વાતની જાણકારી આપી છે. થોડા દિવસો પહેલા મારાડોનાનો કોરોના ટેસ્ટ થયો હતો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
હોસ્પિટલમાં મારાડોનાના ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક સ્કૈનમાં બ્રેનમાં બલ્ડ ક્લોટની વાત સામે આવી હતી. બાદમાં તેની બ્રેન સર્જરી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા મારાડોનાનો કોરોના ટેસ્ટ થયો હતો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વર્ષ 1986માં તેને અર્જેન્ટીનાને ફુટબોલનો વિશ્વ કપ જીતાડ્યો હતો.

30 ઓક્ટોબરે મારાડોનાએ પોતાના 60માં જન્મદિવસની ઉજવણી કરી હતી. ડ્રગ્સ અને આલ્કોહોલના આદિ રહેલા મારાડોનાને હાઈ રિસ્ક દર્દી તરીકે જોવામાં આવતા હતા. થોડા દિવસો પહેલા એક બોડીગાર્ડને કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ મારાડોના ગત સપ્તાહે બીજી વખત સેલ્ફ આઈસોલેશનમાં ગયા હતા.