ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 1, ઓક્ટોબર, 2018થી 30, સપ્ટેમ્બર 2019 દરમિયાન 252.72 કરોડની કમાણી કરી હતી, જેમાં મેચ ફી, બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ તથા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની કમાણીનો સમાવેશ કરાયો છે.
અક્ષયની બેક ટૂ બેક સફળતાઓના કારણે તેની બ્રાન્ડમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તે બેક ટૂ બેક ત્રણ હિટ ફિલ્મો આપી ચુક્યો છે. જેમાં મિશન મંગલ, કેસરી અને હાઉસફુલ 4 સામેલ છે. અક્ષય ગત વર્ષે ત્રીજા સ્થાન પર હતો પરંતુ આ વર્ષે 293.25 કરોડની કમાણી સાથે બીજી નંબરે પહોંચી ગયો છે.
દબંગ સલમાન ખાન આ લિસ્ટમાં 229.25 કરોડની કમાણી સાથે ત્રીજા નંબરે પહોંચી ગયા છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચને લાંબી છંલાગ લગાવી છે. તેઓ સાતમાં સ્થાન પરથી તેઓ ચોથા નંબરે આવી ગયા છે, તેમની કમાણી 239.25 કરોડ છે. અમિતાભ બચ્ચની ફિલ્મ બદલાએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે સિવાય ‘કૌન બનેગા કરોડપતિ 11’ આ વર્ષે ટીઆરપીમાં ટોપ પર રહ્યું છે.
શાહરુખ ખાન 124.38 કરોડની કમાણી સાથે છઠ્ઠા નંબરે છે. રણીવીર સિંહ આ લિસ્ટમાં 118.2 કરોડ સાથે સાતમાં નંબરે છે. આ વર્ષે પહેલી વાર ટોપ 10માં બે એક્ટ્રેસ આલિયા ભટ્ટ (નંબર 8 પર) અને દીપિકા પાદુકોણ 48 કરોડની કમાણી સાથે નંબર 10 પર છે.
આ સિવાય અજય દેવગન 94 કરોડ સાથે 12 નંબર પર, રજનીકાંત (100 કરોડ) 13 નંબર પર, પ્રિયંકા ચોપરા (23.4 કરોડ) 14 નંબર પર,
આમિર ખાન (85 કરોડ) 15 નંબર પર અને રીતિક રોશન (58.73 કરોડ) 18 નંબર પર છે.
આ લિસ્ટ કોઈ પણ સેલિબ્રિટીના પ્રોફેશનલ કેરિયર, સોશિયલ મીડિયા બ્રાન્ડિંગ અને ઈન્ડસ્ટ્રીમાં તેના સક્સેસ રેટના આધાર પર નક્કી કરવામાં આવે છે.