દુનિયામાં સૌથી વધુ કમાતા સ્પોર્ટ્સપર્સન ક્યા? ટોપ 100માં ક્યા એક જ ભારતીયનો સમાવેશ? જાણો વિગત
વિરાટની કમાણીમાં 5 વર્ષમાં લગભગ 95 કરોડ રૂપિયા વૃદ્ધિ થઇ છે. તેની હાલ કુલ કમાણી 141 કરોડ રૂપિયા છે. 2012માં તે 46 કરોડ હતી. જ્યારે, 2012માં ધોનીની કમાણી 171 કરોડ અને સચિનની 120 કરોડ રૂપિયા હતી. 2016માં કોહલીની કમાણી 134.4 કરોડ, ધોનીની 122.5 કરોડ અને સચિનની 58 કરોડ રૂપિયા હતી. ફોર્બ્સની 2015માં પ્રસિદ્ધ થયેલી યાદી ટોપ-100 ખેલાડીઓની યાદીમાં ધોની 198 કરોડ રૂપિયા સાથે 23મા સ્થાને હતો. 2016માં કોઇપણ ભારતીયને સ્થાન નહોતું મળ્યું. યાદીમાં રોનાલ્ડો સતત બીજા સ્થાને છે. તેની કુલ કમાણી 5.98 અબજ રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલૂઈસ હેમિલ્ટન - 46 મિલયન ડોલર - 2.95 અબજ રૂપિયા
જેમ્સ હાર્ડન - 46.6 મિલિયન ડોલર - 3 અબજ રૂપિયા
સ્ટિફન કરી - 47.3 મિલિયન ડોલર -3.04 અબજ રૂપિયા
એન્ડ્ર્યુ લક - 50 મિલિયન ડોલર - 3.2 અબજ રૂપિયા
રોરી મેકલીરોય - 50.0 મિલિયન ડોલર 3.2 અબજ રૂપિયા
કેવિન ડુરંટ - 3.90 અબજ રૂપિયા
રોજર ફેડરર - 4.11 અબજ રૂપિયા
લિયોનલ મેસ્સી - 5.15 અબજ રૂપિયા
લિબ્રોન જેમ્સ - 5.54 અબજ રૂપિયા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો - 5.98 અબજ રૂપિયા
ન્યૂયોર્ક: ફોર્બ્સનીદુનિયાના સૌથી વધુ કમાણી કરનારા ટોપ-100 ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય અને ક્રિકેટર છે. ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલા સ્થાને છે. અમેરિકાના બાસ્કેટબોલ ખેલાડી લિબ્રોન જેમ્સ બીજા અને ફૂટબોલર લિયોનલ મેસ્સી ત્રીજા સ્થાને છે. ટોપ-100 ખેલાડીમાં એક માત્ર મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સ છે. યાદીમાં 21 દેશના ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં 63 એકલા અમેરિકાના છે. 2016માં ટોપ-100 ખેલાડીઓની કુલ ઇન્કમ 2.02 ખર્વ હતી, જે ઘટીને 1.99 ખર્વ રહી ગઇ છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો સૌથી વધુ કમાણી કરનારા ટોપ-10 ખેલાડી કોણ છે...
- - - - - - - - - Advertisement - - - - - - - - -