નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર પદ માટે ત્રણ દિગ્ગજ પૂર્વ ક્રિકેટરોએ અરજી કરી છે. ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણન, પૂર્વ ઓફ સ્પિનર રાજેશ ચૌહાણ અને ડાબોડી બેટ્સમેન અમય ખુરસિયાએ પદ માટે અરજી કરી છે. આ ત્રણેય પૂર્વ ભારતીય ખેલાડીઓએ પીટીઆઈને પુષ્ટી કરી કે તેઓએ સિલેકેશન કમિટિમાં પદ માટે અરજી કરી રહગ્યાં છે. અરજી કરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી છે.


BCCI એમએસકે પ્રસાદ(દક્ષિણ ઝોન) અને ગગન ખોડા (મધ્ય ઝોન)ની જગ્યાએ સિલેક્શન કમિટિમાં બે પદ ભરશે. જ્યારે સરનદીપ સિંહ, જતિન પરાંજપે અને દેવાંગ ગાંધી વધુ એક સત્ર સુધી પોતાના પદ પર રહેશે.

ભારત માટે બેન્સન એન્ડ હેઝેસ ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હિરો રહી ચુકેલા શિવરામકૃષ્ણન 20 વર્ષથી કમેન્ટરી કરી રહ્યાં છે અને તેઓ આઈસીસી ક્રિકેટ સમિતિના ભાગ સિવાય રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં પણ સ્પિન બોલરના કોચ છે.

54 વર્ષીય શિવારકૃષ્ણન નવ ટેસ્ટ અને 16 વનડે જ્યારે બાંગડ 12 ટેસ્ટ અને 15 વનડે રમી ચુક્યા છે. એમએસકે પ્રસાદ આ લોકો કરતા વધુ મેચ રમી ચુક્યા છે પરંતુ જૂનિયર રાષ્ટ્રીય સિલેક્શન સમિતિમાં અઢી વર્ષના કાર્યકાળને ધ્યાનમાં લેતા  તેઓ માત્ર દોઢ વર્ષ જ સિનિયર સિલેક્ટર રહી શકે છે.

રાજેશ ચૌહાણ 21 ટેસ્ટ અને 35 વનડેના અનુભવી છે અને અનિલ કુંબલે અને વેંકટપતિ રાજૂ સાથે રમી ચુક્યા છે.