મુંબઈઃ વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં 120 રન કર્યા હતા. આ તેના કરિયરની 42મી સદી હતી. કોહલીએ આ ઇનિંગ્સમાં 80 રન પૂરા કર્યા અને તે સાથે જ સૌથી વધુ રન કરવાના મામલે ગાંગુલીને પાછળ છોડ્યો હતો. ભારતના પૂર્વ કેપ્ટ્ન સૌરવ ગાંગુલીએ 311 વનડેમાં 11363 રન કર્યા હતા. કોહલીએ 283 વનડેમાં તેને પાછળ છોડ્યો છે. કોહલીના નામે વનડેમાં અત્યારે 11406 રન છે. તે વનડેમાં હાઈએસ્ટ રન સ્કોરરની સૂચિમાં આઠમા સ્થાને છે. સચિન તેંડુલકર 18426 રન સાથે પ્રથમ સ્થાને છે.




ભારતના પૂર્વ ઓપનર વસીમ જાફરે ટ્વિટ કરીને લખ્યું, 11 ઈનિંગના બ્રેક બાદ ફરી એક વખત સામાન્ય સેવા શરૂ થઈ ગઈ. વિરાટ કોહલીનું વધુ એક આંતરરાષ્ટ્રીય શતક. મારી ભવિષ્યવાણી છે કે કોહલી 74-80 સદી ફટકારશે. વસીમ જાફર ભારત તરફથી 31 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં તેણે પાંચ સદી અને 11 અડધી સદીની મદદથી 1944 રન બનાવ્યા છે.



કોહલી તેની ઇનિંગ્સમાં 19મો રન કરતા જ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો હતો. તેણે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટ્ન જાવેદ મિયાંદાદનો રેકોર્ડ તોડ્યો હતો. મિયાંદાદે 64 ઇનિંગ્સમાં 1930 રન બનાવ્યા હતા. કોહલીએ 34 ઇનિંગ્સ ઓછી રમીને તેને પાછળ છોડ્યો હતો.

ગુજરાત ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારીઓની કરાઈ નિમણૂક, જાણો કોને કોને મળ્યું સ્થાન

સેહવાગે સિલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી ? ફેન્સે કહ્યું- કોહલીનો સંપર્ક કરો

અમદાવાદઃ આજે મધરાતથી જો નિર્ધારીત સ્પીડ કરતાં વધારે ઝડપે ગાડી ચલાવશો તો આવી બનશે, જાણો કેમ