ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં મળે સ્થાન, જાણો ક્યા દિગ્ગજ ખેલાડીએ કરી આ માગ...
રોહિતે શોર્ટર ફોર્મેટમાં ખુદેન સાબિત કર્યો છે અને હાલમાં જ તેની કેપ્ટનશીપમાં ભારતે એશિયા કપ પણ જીત્યો છે. ભારતીય ટીમ 6 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમશે. જોકે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ જારી વનડે સીરીઝ બાદ ટીમ ઇન્ડિયાના પોતાના સૌથી મુશ્કેલ પ્રવાસમાંથી એક એવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાના સફળ કેપ્ટનમાંથી એક એવા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રાવસ પર ટેસ્ટમાં સ્થાન મળવું જોઈએ.
એક ન્યૂઝ ચેલ સાથે વાત કરતાં ગાંગુલીએ કહ્યું કે, રોહિત સમયની સાથે પરિપક્વ થઈ ગયો છે અને તક મળવા પર તે ટેસ્ટમાં પણ સારું પ્રદર્શન કરશે. માટે તેને આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ ટીમમાં સ્થાન મળવું જોઈએ. ગાંગુલીએ આગળ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં આપણે રોહિતનું પ્રદર્શન જોઈએ તો, ક્રિકેટર તરીકે તે પહેલા કરતાં વધારે સારી બેટિંગ કરે છે. એવામાં સિલેક્ટર્સને તેને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવું જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -