ગુજરાતે રણજી ટ્રોફી જીતીને રચ્યો નવો ઈતિહાસ, તોડ્યો ક્યો 79 વર્ષ જૂનો રેકોર્ડ ? જાણો
ઈંદૌર: ગુજરાત રણજી ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે વિષમ પરિસ્થિતિઓમાં બનાવેલી સદીથી ગુજરાતે 41 વખત ચેમ્પિયન બનેલી મુંબઈની ટીમને પાંચ વિકેટથી હરાવીને પહેલી વખત રણજી ટ્રૉફીનો કપ મેળવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત 66 વર્ષ પહેલા 1950-51માં ફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ ત્યારે હોલકરે (મધ્યપ્રદેશ) ઈંદૌરમાં રમાયેલી આ ફાઈનલમાં 189 રનથી હરાવ્યું હતું. ગુજરાત રણજી ચેમ્પિયન બનનાર 16મી ટીમ છે. ગુજરાતે 2014-15માં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રૉફી અને 2015-16માં વિજય હજારે વનડે ટ્રૉફી જીતી હતી. અને આવી રીતે ત્રણેય રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર ચોથી ટીમ બની ગઈ છે. ગુજરાત પહેલા તમિલનાડુ, બંગાળ અને ઉત્તર પ્રદેશ આ રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે.
ગુજરાત સામે જીત માટે 312 રનનો લક્ષ્યાંક હતો. ગુજરાતની ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે શાનદાર સદીની મદદથી 143 રન બનાવીને મેચના પાંચમા અને છેલ્લા દિવસે પાંચ વિકેટે 312 રન બનાવી ટીમને ચેમ્પિયન બનાવી હતી. ગુજરાતે રણજી ફાઈનલમાં સૌથી મોટો લક્ષ્ય મેળવવાનો પણ રેકોર્ડ બનાવ્યો હતો. તેના પહેલા આ રેકોર્ડ હૈદરાબાદના નામે હતો. જેમાં 1938માં નવાનગર વિરુદ્ધ 9 વિકેટે 310 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -