Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
બોલ ટેમ્પરિંગઃ ICCના ફેંસલાથી નારાજ થયો ભારતનો આ સ્ટાર ક્રિકેટર, કહ્યું- અલગ લોકો માટે અલગ નિયમ
હરભજને ટ્વિટમાં લખ્યું છે કે, ‘વાહ આઇસીસી વાહ! સારી ટ્રીટમેન્ટ અને ફેયર પ્લે. બેનક્રોફ્ટ સામે તમામ પુરાવાછે પરંતુ તેના પર કોઈ પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો. જ્યારે અમારામાંથી 6 ખેલાડીઓને કોઈ પણ પૂરાવા વગર સાઉથ આફ્રિકા સામે વધારે અપીલ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.’
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPLમાં આ વખતે મુંબઈ ઇન્ડિયન્સના બદલે અન્ય ફ્રેન્ચાઈઝીમાંથી રમતો જોવા મળશે.
તેણે વધુમાં લખ્યું છે કે,’... સિડની 2008 યાદ છે ? દોષી નહોતો સાબિત થયો તેમ છતાં 3 મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અલગ લોકો અને અલગ નિયમ.’
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગમાં દોષી જાહેર થયા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનર કેમરન બેનક્રોફ્ટને ઇન્ટરનેશનલ કાઉન્સિલ (આઇસીસી)એ દંડ ફટકાર્યો છે. આઈસીસીએ સ્મિથને એક માટે સસ્પેન્ડ અને 100 ટકા મેચ ફીનો દંડ કર્યો છે. જ્યારે ઓપનર કેમરન બેનક્રોફ્ટને મેચ ફીનો 75 પોઇન્ટ દંડ અને 3 ડીમેરિટ પોઇન્ટ આપવામાં આવી છે.
આઈસીસીની આ સજાથી ભારતનો ઓફ સ્પિનર હરભજન સિંહ નારાજ છે. તેણે આઈસીસીને ટેગ કરીને કરેલા ટ્વિટમાં બોલ ટેમ્પરિંગ મુદ્દે આઈસીસી પક્ષપાતભર્યું વલણ અપનાવતી હોવાનો આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -