કૃણાલ પંડ્યાની વાત કરીએ તો તે સ્ટાર ઓલરાઉન્ડર છે. તે વિસ્ફોટક બેટિંગ ઉપરાંત લેફ્ટ આર્મ સ્પિનર પણ છે. કૃણાલ પંડ્યા લિમિટેડ ઓવરોની ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગ કરવા માટે જાણીતો છે. તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે.
રવીન્દ્ર જાડેજાની વાત કરીએ તે વર્લ્ડકપ 2019ની સેમી ફાઈનલમાં ધમાકેદાર બેટિંગ કરીને સૌના દિલ જીતી લીધા હતા. રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી 40 ટી-20 ઇન્ટરનેશનલ રમ્યા છે. જેમાં 31 વિકેટ લીધી છે. જાડેજા બેટિંગની સાથે સાથે ફિલ્ડિંગ માટે પણ જાણીતો છે.
વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમનો એક યુવા ઓફ સ્પિન બોલર છે. 2018 નિદહાસ ટ્રોફીમાં ભારતીય ટીમની જીત બાદ તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુંદર સારો બેટ્સમેન પણ છે. ટી-20 ઇન્ટરનેશનલમાં તેના નામે 7 મેચોમાં 10 વિકેટ છે.