મુંબઈઃ હાર્દિક પંડ્યા ભલે લાંબા સમયથી ક્રિકેટથી દૂર હોય પણ તે સતત ચર્ચામાં રહે છે. પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટાકોવિચ સાથે સગાઈ પછી હવે હાર્દિક પંડ્યા પોતાના શૂઝ અને ઘડીયાળને લઈને ચર્ચામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા એ ક્રિકેટર્સમાં સામેલ છે જે પોતાની હટકે સ્ટાઇલ અને મોંઘા કપડા માટે ઓળખાય છે. ઘણી વખત તે મોંઘા શૂઝ, સન ગ્લાસ, સ્નીકર અને જેકેટમાં જોવા મળે છે. આવો જ નજારો હાલમાં પણ જોવા મળ્યો છે.




ગત દિવસો દરમિયાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળેલા હાર્દિક પંડ્યાએ ઉપરથી નીચે સુધી આઈકૉનિક લગ્ઝરી ફેશન બ્રાન્ડ્સ કેરી કરી રાખી હતી. તેની બ્લેક કલરની ટીશર્ટ ફ્રેન્ચ લગ્ઝરી ફેશન બ્રાન્ડ balmainની હતી, તેણે ચંકી પોકેટ્સવાળુ બ્લેક ટાઈટ પેન્ટ પહેર્યું હતું.



હાર્દિક પંડ્યાએ બ્લેક કલરના શેડ્સ અને તેની ફેવરિટ ટ્રેડમાર્કવાળી 1 કરોડ રૂપિયાની Patek Phillipe Nautilusની ઘડિયાળ પહેરી હતી. પણ તેણે જે બૂટ પહેર્યા હતા તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા.



હાર્દિકના શૂઝની વાત કરવામાં આવે તો તેણે ક્રિસચિયન લુબાઉટિનના લુ સ્પાઇક્સ શૂઝ પહેર્યા હતા. જે બ્લેક કાફફિશ લેધરથી બનેલા છે. જેની કિંમત 70 હજાર રુપિયા છે. ઈમ્પોર્ટ ડ્યૂટી અને ટેક્સની સાથે આ બૂટની કિંમત આશરે રૂપિયા 1 લાખની આસપાસ થઈ જતી હશે. જો તમારે પણ હાર્દિક પંડ્યા જેવા બૂટ ખરીદવા હોય તો રૂપિયા 1 લાખ ખર્ચવા પડશે.

હાર્દિક પંડ્યાને ડાયમંડ્સ એટલે કે હીરાનો ઘણો શોખ છે. વર્લ્ડ કપ પહેલા તેણે ખાસ રીતે ડાયમંડનું બેટ અને બોલનું લોકેટ બનાવ્યું હતું. પંડ્યા ઓલરાઉન્ડર છે જેથી તેના માટે બેટ અને બોલ બંને મહત્વના છે.