મહિલા T20 વર્લ્ડકપઃ વિરાટ કોહલી જે નથી કરી શક્યો તે હરમનપ્રીતે કરી બતાવ્યું, જાણો વિગત
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ ટી20માં સદી ફટકારી શક્યો નથી. આંતરરાષ્ટ્રીય ટી20માં કોહલીનો સર્વોચ્ચ સ્કોર 90 રન છે. જે તેણે 2016માં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરમનપ્રીત કૌરે આક્રમક ઈનિંગ રમતાં 103 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે ઈનિંગમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 51 બોલમાં 103 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. હરમનપ્રીત કૌર ટી20માં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે.
નવી દિલ્હીઃ ભારતે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપના ગ્રુપ બીના પ્રથમ મુકાબલામાં ન્યૂઝિલેન્ડને 34 રનથી હાર આપીને વિજયી પ્રારંભ કર્યો છે. ભારતના 194 રનના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 160 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમની જીતમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમાહર રોડ્રિગેઝની મહત્વની ભૂમિકા રહી હતી.
હરમનપ્રીત ટી20માં સૌથી ઝડપી સદી ફટકારનાર મહિલા ક્રિકેટરના લિસ્ટમાં ત્રીજા ક્રમે આવી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ડિનેડ્રા ડોટિન 38 બોલમાં સદી પૂરી કરીને પ્રથમ નંબરે છે. જ્યારે ઈંગ્લેન્ડની ટેમી બ્યૂમોન્ટે 47 બોલમાં સદી પૂરી કરી હતી. હરમનપ્રીતે સદી પૂરી કરવા 49 બોલ લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -