T20 વર્લ્ડકપ પહેલા ગભરાઇ ટીમ ઇન્ડિયા, કેપ્ટને કહ્યું- અમને આ બે વાતોનો લાગે છે સૌથી વધુ 'ડર'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેને કહ્યું અમારા વિચારવું પડશે કે કયા બૉલરને ક્યારે બૉલિંગ કરાવવી, કઇ બાજુથી કયો શૉટ રમવો. અમારે ટૂર્નામેન્ટ પહેલા નવી રણનીતિ બનાવવી પડશે.
હરમનપ્રીત કૌરે આઇસીસી માટે લખેલા પોતાની કૉલમમાં લખ્યું, ‘વેસ્ટ ઇન્ડિઝમાં વાતાવરણ ખુબ મુશ્કેલભર્યુ હોય છે. આનાથી માત્ર ઉંચા કેચો જ પ્રભાવિત નથી થતા કેપ્ટન, બેટ્સમેન અને બૉલર-ફિલ્ડર બધા વચ્ચે અંતર વધી જાય છે.’
હરમનપ્રીત કૌરે કહ્યું કે વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર રમવું અલગ વાત હોય છે. માત્ર અમે નહીં બધી ટીમોને આ વાતની મુશ્કેલી નડશે. ત્યાંની પીચો પણ ધીમી છે. અમારી મેચો બપોર પછીની છે જેથી ઝાકળ અને સાંજે ગ્રીપમાં પ્રૉબ્લમ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી મહિને 9 થી 24 નવેમ્બર દરમિયાન વેસ્ટ ઇન્ડિઝમાં આઇસીસી વર્લ્ડ ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે.
નવી દિલ્હીઃ આગામી મહિને યોજાનારા મહિલા ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને ડર લાગ્યો છે. ભારતીય મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે લાગે છે કે વેસ્ટ ઇન્ડિઝની પીચો અને વાતાવરણને કારણે ખેલાડીઓને પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -