શમીને પાકિસ્તાની યુવતી અલિશ્બા સાથે સેક્સ સંબંધ, અલિશ્બાએ શમીને ફિક્સિંગ માટે નાણાં પણ આપેલાં?
નવી દિલ્હીઃ ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નિ હસીન જહાંએ પોતાના પતિ શમીને સંખ્યાબંધ સ્ત્રીઓ સાથે લફરાં હોવાનો ધડાકો કર્યો છે. હસીન જહાંએ શમીનો ભાંડો ફોડવા માટે સંખ્યાબંધ તસવીરો અને વોટ્સએપ ચેટના સ્ક્રીન શોટ પણ મૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહસીન જહાંના જણાવ્યા પ્રમાણે, અલિશ્બા કરાચીમાં રહે છે અને તે પ્રોસ્ટિટ્યુટ છે. આ દાવો કરીને જહાંએ લખ્યું છે કે, ''શરમ હયા બેચ દી હૈ.'' હસીન જહાંએ કરેલા ધડાકા પછી શમીએ આ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા પણ હસીને મૂકેલા ફોટા અને તસવીરો જોયા પછી આ વાત માનવી મુશ્કેલ છે.
ફિક્સિંગનો આડકતરો આક્ષેપ મુકવાની સાથે હસિન જહાંએ કહ્યું કે અલ્લાહ ન કરે કે આવું કંઇક (ફિક્સીંગ જેવુ) હોય, પણ જો તે મારી સાથે ફ્રોડ કરી શકે તો દેશની સાથે પણ ફ્રૉડ કરી શકે છે. મારી પાસે સબુત છે તમે દુબઇને એ હોટલમાં જઇને જુઓ કે તે ચોક્કસ તારીખે શમીએ સિંગલ એડલ્ટ નામથી રૂમ બુક કરાવ્યો હતો કે નહીં. શમીએ શેના નાણાં લીધા છે. મારી પાસે રેકોર્ડિંગ છે. જ્યારે મે તેની સાથે આ અંગેની વાત કરી ત્યારે તેને કબલાત કરી કે હા, મે નાણાં લીધા હતા. જોકે મોહમ્મદભાઇ કોણ છે, શુ કરે છે. આલિશ્બા સાથે નાણાનું શું કલેક્શન છે, તે બધા પ્રશ્નોના જવાબ હવે શોધવાના છે.
હસીન જહાંએ એવો પ્રશ્ન પણ કર્યો કે બોર્ડે બુક કરેલી હોટલમાં કોઇ અજાણી યુવતી કઇ રીતે જઇ શકે છે, તેને વધુમાં જણાવ્યું કે, આલિશ્બા પાકિસ્તાનના કરાંચીની યુવતી છે, શમી તેને બોલાવે છે, તેના માટે રૂમ બુક કરાવે છે. પછી શમીએ એવો ખુલાસો કર્યો કે આલિશ્બાએ તેને નાણાં આપ્યા છે યુકેમાં રહેતા મોહમ્મદ ભાઇએ આલિશ્બા મારફતે નાણાં પહોંચાડ્યા હતા. તને શા માટે નાણાં આપવામાં આવ્યા તે મને ખબર નથી. મને આ અંગે શમીએ ક્યારેય કશું જણાવ્યું નથી.
હસીન જહાંએ શમી પર ઘરેલું હિંસાનો પણ આરોપ મુક્યો છે, એક ન્યૂઝ ચેનલેને આપેલા ઇન્ટરવ્યૂમાં હસીન જહાંએ કહ્યું હતું કે શમીએ દેશની સાથે પણ બેવફાઇ કરી શકે છે, શમીએ દુબઇમાં આલિશ્બા નામની પાકિસ્તાની યુવતી પાસેથી નાણાં લીધા હતાં, મારી પાસે તે અંગેના પુરાવા પણ છે.
શમીની પત્નિએ મૂકેલી તસવીરો અને વોટ્સએપ ચેટના સ્ક્રીન શોટ સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયા છે, જેમાં એક પોસ્ટમાં હસીન જહાંએ ધડાકો કર્યો છે કે, શમીને કરાચીની અલિશ્બા નામની યુવતી સાથે પણ સંબંધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -