રવિ શાસ્ત્રી સહિત સપોર્ટ સ્ટાફને આટલો પગાર આપશે BCCI
પરંતુ સીઓએ અને બીસીસીઆઈએ બાદમાં આ નિર્ણય બદલીને શાસ્ત્રીને મનપસંદ ભરત અરૂણને બોલિંગ કોચ બનાવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનિલ કુંબલેની વિદાય બાદ લાંબા વિવાદ બાદ રવિ શાસ્ત્રીને કોચ બનાવવામાં આવ્યા છે. જ્યારે ક્રિકેટ સલાહકાર સમિતિએ બેટિંગ કન્સલટન્ટ તરીકે રાહુલ દ્રવિડને વિદેશી પ્રવાસ પર અને ઝાહીર ખાનને બોલિંગ કોચ બનાવવાની ભલામણ કરી હતી.
ત્રણ અન્ય કોચ ભરત અરૂણ, આર શ્રીધર અને સંજય બાંગરને બેથી ત્રણ કરોડ રૂપિયાની વચ્ચે મળવાનો અંદાજ છે.
આશ્ચર્યજનક વાત એ છે કે કુંબલેઓ પોતાનો પગાર વધારીને એટલો જ કરવાની માગ કરી હતી જેટલો શાસ્ત્રીને મળશે.
જાણવા મળ્યું છે કે, બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓમાં શાસ્ત્રીના પગારને લઈને પોતાના નિર્ણયમાં સર્વસંમતિ હતી. શાસ્ત્રીના પગાર પૂર્વ કોચ અનિલ કુંબલેના પગાર કરતાં ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા વધારે હશે. કુંબલેને સાડા છ કરોડ રૂપિયા પગાર તરીકે મળ્યા હતા.
બીસીસીઆઈએ નવા મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના પગારમાં તગડી રકમ આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ વાર્ષિક આઠ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે.
પરંતુ આ સમાચારની વચ્ચે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ટીમ ઇન્ડિયાના 14માં કોચ બનનારા રવિ શાસ્ત્રીને આ પદ માટે તગડો પગાર મળવા જઈ રહ્યો છે.
ભારતીય ટીમના બોલિંગ કોચનું નામ જાહેર થયા બાદ હવે સપોર્ટ સ્ટાફના પગારને લઈને સમાચાર આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીના મનપસંદ ભરત અરૂણને સત્તાવાર રીતે બોલિગં કોચ બનાવવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -