Rupinder Pal Singh Quits Hockey: ભારતીય પુરુષ હોકી ટીમના (Indian Hockey ઊeam) સ્ટાર ખેલાડી અને ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic) બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમનો હિસ્સો રહેલા રૂપિંદર પાલ સિંહે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેની આ જાહેરાતથી હોકી ફેન્સ ચોંકી ગયા છે.


ટ્વિટર પર લખી ભાવુક પોસ્ટ


30 વર્ષીય ખેલાડીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાના સંન્યાસની જાણકારી આપી હતી. તેણે લખ્યું, પાછલા થોડાક મહિના મારા જીવનના સૌથી સારા દિવસ હતા. ટોક્યોમાં સાથીઓ સાથે પોડિયમ પર ઉભા રહેવું મારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ ક્ષણ હતી અને હં તે ક્યારેય નહીં ભૂલું.


યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને મોકો આપવાનો સમય


આગળ તેણે લખ્યું, મારું માનવું છે કે આ સમય યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને મોકો આપવાનો છે. જેના કારણે તેઓ એ ચીજનો અનુભવ કરી શકે, જેને હું છેલ્લા 13 વર્ષથી ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે મહેસૂસ કરતો આવ્યો છું.


ભારતનો સૌથી સફળ ડ્રૈગ ફ્લિકર પૈકીનો એક


રૂપિંદરનું નામ ભારતના સૌથી સફળ ડ્રૈગ ફ્લિકરોમાં સામેલ છે. તેમે 2008માં ડેબ્યૂ કર્યા બાદ પોતાની કરિયરમાં ભારત તરફથી 223 મેચમાં પ્રતિનિધિત્વ કર્યું અને આ દરમિયાન 119 ગોલ કર્યા હતા.






ઓલિમ્પિક પદક વિજેતા ટીમનો હિસ્સો રહેલા રૂપિંદરને હરિયાણા સરકારે સ્વદેશ પરત ફર્યા બાદ પાંચ લાખ રૂપિયાનું ઈનામ આપ્યું હતું.


આ પણ વાંચોઃ ભારતમાં નોંધાયેલા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ કેરળમાં, જાણો આજનો આંકડો


ઈમ્યુનિટી વધારવા માટે રૂટિનમાં સામેલ કરો ગ્રીન ટી, ઓનલાઇન ખરીદવા પર મળી રહી છે ઓફર