Hockey WC Crossover Matches: ઓડિશામાં ચાલી રહેલા 15માં હૉકી વર્લ્ડકપમાં પૂલ સ્ટેજની મેચો ખતમ થઇ ચૂકી છે. ચાર પૂલમાં ટૉપ પર રહેનારી ચાર ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. હવે ક્વાર્ટર ફાઇનલની બાકીની ચાર જગ્યાઓ માટે આઠ ટીમો વચ્ચે ક્રૉસઓવર મેચો રમાશે. આ ક્રૉસઓવર મેચો આજથી શરૂ થઇ રહી છે. 


આ વર્લ્ડકપમાં ચાર પૂલમાં 16 ટીમો હતી, દરેક પૂલની વિજેતા ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. વળી, બીજા અને ત્રીજા નંબરની ટીમ ક્રૉસ ઓવર મેચો અંતર્ગત ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી શકશે. ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ અને ઇંગ્લેન્ડની ટીમો પોતાના પૂલમાં પહેલા નંબર પર રહી છે. આવામાં આ ચારેય ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. હવે ક્રૉસઓવર મેચોમાં કોની ટક્કર કોની સામે થથે, જુઓ અહીં..........  


પહેલી ક્રૉસઓવર મેચઃ - મલેશિયા વિરુદ્ધ સ્પેન (22 જાન્યુઆરી, સાંજે 4.30 વાગે, કલિંગ સ્ટેડિયમ, ભુવનેશ્વર)
બીજી ક્રૉસઓવર મેચઃ- ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (22 જાન્યુઆરી, સાંજે 7 વાગે, કલિંગા સ્ટેડિયમ, ભુવનેશ્વર)
ત્રીજી ક્રૉસઓવર મેચઃ- જર્મની વિરુદ્ધ ફ્રાન્સ (23 જાન્યુઆરી, સાંજે 4.30 વાગે, કલિંગા સ્ટેડિયમ, ભુવનેશ્વર) 
ચોથી ક્રૉસઓવર મેચઃ- આર્જેન્ટિના વિરુદ્ધ દક્ષિણ કોરિયા (23 જાન્યુઆરી, સાંજે 7 વાગે, કલિંગા સ્ટેડિયમ, ભુવનેશ્વર) 


ક્વાર્ટર ફાઇનલ મેચમાં પહેલી ક્રૉસઓવર મેચની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બીજી ક્રૉસઓવર મેચની વિજેતી ટીમનો સામનો બેલ્જિયમ સામે થશે. આ જ રીતે ત્રીજી ક્રૉસઓવર મેચની વિજેતા ટીમની ટક્કર નેધરલેન્ડ્સ સામે થશે, અને ચોથી ક્રૉસઓવર મેચની વિજયી ટીમનો સામનો ઇંગ્લેન્ડ સામે થશે. આ ક્રૉસઓવર મેચોમાં હારનારી ટીમો 9માં અને 12માં સ્થાન માટે મેચ રમશે.