IPLમાં રમવાને લઈને દિનેશ કાર્તિકે શું ખોલ્યું મોટું રાઝ, ક્રિકેટ ચાહકોને લાગશે ઝટકો
આઈપીએલ સિઝન 11માં કાર્તિકની કેપ્ટનશીપની પહેલી અગ્નિપરીક્ષા 8 એપ્રિલે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલના 10 વર્ષના ઈતિહાસમાં કાર્તિક એક ટીમમાંથી બીજી ટીમમાં ફરતો રહ્યો છે. આ આઈપીએલમાં કાર્તિક પોતાની છઠ્ઠી ફ્રેન્ચાઈઝી તરફથી રમશે. ગૌતમ ગંભીરને રિલીઝ કર્યા બાદ કેકેઆરની ટીમે કાર્તિકને આ સિઝનમાં 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
કાર્તિકે જણાવ્યું હતું કે, આઈપીએલમાં હું કોલકત્તા ટીમનો જ છું અને આ મારી માટે બહુ જ સમ્માનની વાત છે. મારી સંપૂર્ણ કોશિશ રહેશે કે હું મારી આ જવાબદારી બહુ જ સારી રીતે નિભાવવાની કોશીશ કરીશ. મને લાગે છે કે ચેન્નાઈ, બેંગલોર, કોલકત્તા અને મુંબઈના ક્રિકેટ ચાહકો પોતાની ટીમ માટે બહુ જ વફાદાર છે.
પરંતુ ગૌતમ ગંભીરની ગેર-હાજરીમાં હવે દિનેશ કાર્તિકની નજર આ વખતની સિઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સનું શાનદાર પ્રદર્શન કરાવવા પર છે.
ખાનગી ન્યુઝપેપર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આઈપીએલની પહેલી સિઝનથી દિનેશ કાર્તિકને લાગે છે કે તે ચેન્નાઈ માટે રમશે પરંતુ 10 વર્ષમાં એકપણ વાર આવું થયું નહીં. ચેન્નાઈ માટે રમવાનું મારું સપનું અધૂરું રહી ગયું. મને ખબર નથી કે હું ચેન્નાઈ તરફથી રમી શકીશ કે નહીં. મારો અહીં જન્મ થયો છે અને હું ચેન્નાઈ માટે રમવાનું પસંદ કરીશ.
દિનેશ કાર્તિક આઈપીએલ સિઝન 11ની શરૂઆત કરવા માટે તૈયાર છે. ગૌતમ ગંભીરના વિવાદ બાદ આ સિઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે કેપ્ટન તરીકે દિનેશ કાર્તિકના નામની જાહેરાત કરી હતી. જોકે કાર્તિકના મનમાં એવી ઈચ્છા છે જે અધુરી રહી ગઈ હતી. કાર્તિકે જણાવ્યું હતું કે તે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવા માંગતો હતો. ચેન્નાઈ દિનેશ કાર્તિકની હોમ ફ્રેન્ચાઈઝી છે.
મુંબઈ: નિદહાસ ટ્રોફીની ફાઈનલ મેચમાં વિનિંગ ઈનિંગ રમ્યા બાદ દિનેશ કાર્તિક ભારતીય ક્રિકેટ ચાહકોને વચ્ચે છવાઈ ગયો હતો. દિનેશ કાર્તિકે આ ફાઈનલ મેચમાં છેલ્લા બોલે છગ્ગો ફટકારીને ભારતીય ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. જેના કારણે સમગ્ર દેશમાં કાર્તિકનું નામ ગુંજતું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -