ભારતના આ ક્રિકેટરે કર્યો ચોંકાવનારો ખુલાસો, સર્જાઈ શકે છે વિવાદ!
મિશ્રાએ કહ્યું કે, ‘કૌશિકે મને જણાવ્યું કે, તેમણે રાષ્ટ્રીય સિલેક્ટર્સને જણાવ્યું છે કે, મેં હજુ યો યો ટેસ્ટમાં ભાગ લીધો જ નથી. હું NCAના ફિઝિયો અને ટ્રેનરના રિપોર્ટની રાહ જોઈ રહ્યો છું કે ક્યારે મને હરિયાણા તરફથી રણજી ટ્રોફીમાં રમવાની પરવાનગી મળે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિશ્રાએ ખુલાસો કર્યો છે કે, ‘મેં ક્યારેય યો યો ટેસ્ટમાં ભાગ લીધો જ નહીં. હું ત્યારે મૂંઝવણમાં ફસાયો જ્યારે મેં જોયું કે, હું આ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો. મેં ટેસ્ટમાં ભાગ લીધો જ નથી તો પછી તેમાં ફેલ કેવી રીતે થઈ શકું.’ મિશ્રાએ કહ્યું કે, તેને NCA ટ્રેનર આશીષ કૌશિક સાથે વાત કરી જેમણે નેશનલ સિલેક્ટર્સને સ્થિતિથી અવગત કરાવ્યા.
નવી દિલ્હીઃ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઈજાને કારણે પોતાની ફિટનેસમાં સુધારો લાવવા માટે અમિત મિશ્રા વિતેલા ઘણાં દિવસથી બેંગલોરમાં હાજર છે. તેના વિશે કેટલાક દિવસ પહેલા એક સમાચાર આવ્યા હતા કે તે, સુરેશ રૈના અને વોસિંગ્ટન સુંદરની સાથે યો યો ટેસ્ટમાં ફેલ થયા છે. આ વાત પરથી પડતો ઉંચકતા અમિત મિશ્રાએ આ સમાચારને નકારી કાઢ્યા છે. અમિત મિશ્રા પોતાના ઘુંટણની ઇજાને કારણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહૈબ જોવા મળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -