નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ચીફ સિલેકટર ક્રિસ શ્રીકાંત કહ્યું કે, તેઓ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા T-20 વર્લ્ડકપ માટે ટીમમાં શિખર ધવનના સ્થાને કેએલ રાહુલની પસંદગી કરશે. શ્રીકાંતે એક ટીવી ચેનલને જણાવ્યું, શ્રીલંકા સામેની સીરિઝનું કોઈ મહત્વ નથી. જો હું પસંદગી સમિતિનો અધ્યક્ષ હોત તો ટી-20 વર્લ્ડકપ માટે ધવનની પસંદગી ન કરત. તેની અને રાહુલ વચ્ચે કોઈ સ્પર્ધા નથી.

ધવન શ્રીલંકા સામે T-20 શ્રેણીથી કરી રહ્યો છે વાપસી

ધવન લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. તેની ગેરહાજરીમાં રાહુલ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પ્રબળ દાવેદારના રૂપમાં ઉભર્યો છે. 34 વર્ષીય ધવન ગત વર્ષે ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં છેલ્લી વન ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. જ્યારે લોકેશ રાહુલે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 અને વન ડે સીરિઝમાં સારો દેખાવ કર્યો હતો.

ધવન-રાહુલની T-20 કરિયર

શિખર ધવને 59 ટી-20ની 57 ઈનિંગમાં 3 વખત નોટ આઉટ રહીને 128.2ના સ્ટ્રાઇક રેટથી 1504 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 92 રન છે. લોકેશ રાહુલે 35 T-20ની 31 ઈનિંગમાં 5 વખત અણનમ રહીને 146.5ના સ્ટ્રાઇક રેટ સાથે 1138 રન ફટકાર્યા છે. તેણે ટી-20માં બે સદી અને 8 અડધી સદી પણ ફટકારી છે.

આ પણ વાંચો

પ્રશાંત કિશોર અને કનૈયા કુમારને ફોર્બ્સમાં સ્થાન, ગણાવ્યા આગામી દશકના નિર્ણાયક ચહેરા

 દિલ્હી વિધાનસભાની ચૂંટણી તારીખની જાહેરાત બાદ AAP, કોંગ્રેસ અને ભાજપે શું આપી પ્રતિક્રિયા, જાણો વિગત

દિલ્હી ચૂંટણીઃ વધારે મતદાન થાય તે માટે ચૂંટણી પંચે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ જાણો કઈ તારીખે યોજાશે વોટિંગ ? ક્યારે જાહેર થશે પરિણામ