નવી દિલ્હી: પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખતા આગામી વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું કે નહીં તેવી અટકળો વચ્ચે અંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મોટું નિવેદન આપ્યું છે. આઇસીસી એ કહ્યું કે આગામી 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપના કાર્યક્રમમાં ફેરફાર કરવાની કોઈ સંભાવના નથી.
ઉલ્લેનીય છે કે, પુલવામા હુમલાને ધ્યાનમાં લેતા હરભજન સિંહે કહ્યું હતું કે, ભારતે 16 જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમાનાર મેચ નહીં રમવી જોઈએ. હરભજને કહ્યું કે, ભારત માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ મેચ ગુમાવી દે તો પણ એટલી મજબૂત ટીમ છે કે વર્લ્ડ કપ જીતી શકે છે.
આસીસી ના સીઈઓ ડેવિડ રિચર્ડસને કહ્યું કે, ‘આ ભયાનક ઘટનાથી પ્રભાવિત લોકો સાથે અમારી સહાનુભૂતિ છે અને અમે અમારા સભ્યો સાથે સ્થિતિ પર નજર રાખીશું’તેમણે કહ્યું કે આઈસીસી વિશ્વકપની કોઈ પણ મેચના કાર્યકાર્મમાં ફેરફાર થવાના કોઈ સંકેત નથી.
આ દિગ્ગજ ખેલાડીએ કરી માગ, કહ્યું- ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડકમાં મેચ ન રમવી જોઈએ
ડેવિડ રિચર્ડસને કહ્યું કે, રમત ખાસ કરીને ક્રિકેટમાં લોકોને નજીક લાવવા અને સમુદાયોને જોડાવની કમાલની ક્ષમતા ધરાવે છે અને અમે આજ આધારે અમારા સદસ્યો સાથે કામ કરીશું. હરભજને પોતાનો પક્ષ રાખ્ય પરંતુ આ નથી કીધું કે જો અમારે તેના વિરુદ્ધ સેમીફાઇનલ કે ફાઇનલ રમવું પડે તો શું અમે નહીં રમીયે, આપણે કાલ્પનિક સ્થિતિ પર વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, 1999 વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમાઈ હતી ત્યારે કારગિલ યુદ્ધ થયું હતુ.
પુલવામા હુમલો: ટીમ ઇન્ડિયાના આ બોલરે કહ્યું- દેશ માટે બોલ છોડીને ગ્રેનેડ ઉઠાવવા છું તૈયાર