ચેમ્પિયન ટ્રોફીમાં શ્રીલંકા સામે હાર છતાં સેમિફાઇનલમાં પ્રવેશી શકે છે ભારત, જાણો કેવી રીતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રુપ બીમાં હવે ફક્ત બે મેચ રમવાની બાકી છે. રવિવારના રોજ રમાનારી સાઉથ આફ્રિકા અને ભારત જ્યારે સોમવારે રમાનારી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી મેચ મહત્વની રહેશે. આ મેચના પરિણામો નક્કી કરશે કે ગ્રુપ બીમાંથી કઇ બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે.
ત્યારબાદ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે જીતનારી ટીમને ચાર અંક હશે અને તે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. ત્યારબાદ રનરેટના આધારે ગ્રુપ બીમાંથી અંતિમ ચારમાં પહોંચનારી બીજી ટીમ નક્કી થશે.
અત્યાર સુધી ચેમ્પિયન ટ્રોફીમાં વરસાદે અનેક મેચના પરિણામ નક્કી કર્યા છે. જો બાકીની મેચમાં વરસાદ પડશે તો સ્થિતિ વધુ રોમાંચક બની જશે. જો ભારત સાઉથ આફ્રિકા સામેની મેચ વરસાદને કારણે ધોવાઇ જાય છે તો બંન્ને ત્રણ પોઇન્ટ મળશે.
લીગ સ્ટેજમાં ભારતની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે રમાશે. આ મેચ ક્વાર્ટરફાઇનલ સમાન રહેશે. આ મેચમાં જીતનારી ટીમ અંતિમ ચાર ટીમમાં સ્થાન મેળવશે. તેવી જ રીતે શ્રીલંકા અને પાકિસ્તાન સામેની મેચમાં જે ટીમ જીતશે તે ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે.
નવી દિલ્હીઃ આઇસીસી ચેમ્પિયન ટ્રોફી રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે. ગુરુવારે શ્રીલંકા સામે ભારતે સાત વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતે જીતવા માટે 321 રનનો પડકાર આપ્યો હતો છતાં શ્રીલંકા ત્રણ વિકેટ ગુમાવી તેને પાર કરી લીધો હતો. ભારત આ મેચ જીતી લીધી હોત તો તે સેમિફાઇનલમાં પ્રવેશી ગયું હોત જ્યારે શ્રીલંકા વિજય સાથે સેમિફાઇનલની રેસમાં પોતાના સ્થાનને જીવંત રાખ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -