ચેમ્પ્યિન્સ ટ્રોફી 2017: ભારત-પાક ફાઈનલ મેચ રચશે ટેલીવિઝનનો નવો ઈતિહાસ
હવે ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલનો વારો છે. મેદાન પર ફરીથી ભારત અને પાકિસ્તાન આમને સામને થશે. એવામાં આશા છે કે, આ ફાઈનલ મેચ, વ્યૂઅરશિપ પ્રમાણે એવો રેકોર્ડ બનાવશે જેને તોડવો કોઈપણ સ્પોર્ટિંગ ઈવેન્ટ માટે મુશ્કેલ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને પાકિસ્તાનના આ મેચ આગળ આઈપીએલ પણ પાછળ છૂટી ગયું છે. બાર્ક અનુસાર આ મેચની વ્યૂઅરશિપ, ચાલુ વર્ષે આઈપીએલના અંદાજે 30 મેચની વ્યૂઅરશિપ બરાબર હતી. એટલે કે એકલા ભારત પાકિસ્તાનનો મેચ અડધા આઈપીએલ પર ભારી પડ્યો.
આંકડા અનુસાર આ મેચ દરમિયાન કોઈપણ સમયે અંદાજે 47.45 મિલિયન ઇમ્પ્રેશન હતી. એટલે કે દરેક સમયે અંદાજે પાંચ કરોડ લોકો તેને જોઈ રહ્યા હતા. કોઈપણ ક્રિકેટ મેચ માટે ટીવી દર્શકોનો આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
ટેલીવિઝન વ્યૂઅરશિપનો હિસાબ રાખતી સંસ્થા બાર્ક સંસ્થાએ લેટેસ્ટ આંકડા જારી કર્યા છે. આ આંકડા જણાવેછે કે, શા માટે ક્રિકેટના મેદાન પર ભારત પાકિસ્તાનનો મેચ સૌથી મોટો મુકાબલો છે. બાર્ક અનુસાર ચાર જૂનના રોજ રમાયેલ ભારત-પાક મેચને ટીવી પર અંદાજે 201 મિલિયન લોકોએ જોયો. બીજા શબ્દોમાં કહીએ તો તેને અંદાજે 20 કરોડ લોકોએ જોયો.
ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ચાર જૂનના રોજ ગ્રુપ બીની લીગ મેચમાં ભારત અને પાકિસ્તાન એક બીજ સાથે ટકરાયા હતા. આ મેચ જોવા માટે મેદાન તો હાઉસફુલ હતું જ સાથે ટીવી પર આ મેચને રેકોડતોડ દર્શકો મળ્યા હતા.
નવી દિલ્હીઃ આમ તો ચેમ્પિયન્સ ટ્રોફી આ પહેલા સાત વખત રમાઈ ગઈ છે. સાત વખત ફાઈનલમાં ટીમ એક બીજા સાથે ટકરાઈ છે. પરંતુ આ વખતે સૌથી મોટો ફાઈનલ થવા જઈ રહ્યો છે. આ ફાઈનલ ભારત અને પાકિસ્તાનની વચ્ચે થશે. આ મેચ સૌથી મોટો મુકાલબો હશે એ કહેવા માટે કારણ પણ છે અને એ છે ટીવી વ્યૂઅરશિપ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -