પાકિસ્તાન ફિક્સિંગ કરીને ફાઈનલમાં પહોંચ્યું છે, પાકિસ્તાનના જ ક્યા ધુરંધર ક્રિકેટરે કર્યો આ દાવો ?
ઉલ્લેખનીય છે કે 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા કોઇ ટુનામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ અગાઉ બંન્ને 2007માં ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ટકરાઇ હતી. જેમાં ભારતનો વિજય થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે સોહેલે આ નિવેદન પછી યૂ ટર્ન લઇ લીધો હતો. હવે સોહેલ કહી રહ્યો છે કે તેનો આ વીડિયો કોઇ અન્ય સંદર્ભમાં હતો અને તે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી સેમિફાઇનલ મેચ અગાઉનો છે.
આમિર સોહેલે કહ્યું કે, આ કોઇ સરફરાઝે કમાલ કર્યો નથી પરંતુ આ મેચ પાકિસ્તાની ટીમને કોઇએ જીતાડી છે. આપણે સૌ જાણીએ છીએ કે મેદાન બહાર શું થાય છે. નોંધનીય છે કે પ્રથમ સેમિફાઇનલમાં ઇગ્લેન્ડને હરાવીને પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગઇ હતી.
આમિર વાસ્તવમાં એક ટીવી ચેનલની ડિબેટમાં ભાગ લઇ રહ્યા હતા. આ દરમિયાન આમિરે કહ્યું કે, પાકિસ્તાનની ટીમ અને તેના કેપ્ટન સરફરાઝ અહમદે આ પ્રકારની ખુશી મનાવવી જોઇએ નહીં. આ ટીમ પોતાની રમતને કારણે નહીં પણ અન્ય કારણોસર મેચ જીતીને ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. અન્ય કારણોમાં આમિરનો ઇશારો મેચ ફિક્સિંગ તરફ હતો.
નવી દિલ્હીઃ આગામી રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ રમાશે ત્યારે તે અગાઉ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓપનર ખેલાડી આમિર સોહેલે પાકિસ્તાન ટીમ ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પહોંચવા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સોહેલે એક ટીવી ચેનલમાં ચર્ચા દરમિયાન ઇશારામાં કહ્યું હતું કે, પાકિસ્તાનની ટીમ મેચ ફિક્સ કરીને ફાઇનલમાં પહોંચી છે. જોકે, તેમણે સીધી રીતે કોઇ આરોપ લગાવ્યો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -