ટ્વિટર પર ફરી રંગમાં જોવા મળ્યા સેહવાગ, બાંગ્લાદેશને પૌત્ર પાકને પુત્ર ગણાવ્યા
બીજી બાજુ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રીદીએ પણ પોતાની ટીમને ભારત વિરૂદ્ધ ફાઈનલમાં સંયમ જાળવવાની સાથે રમવાની સલાહ આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેહવાગ ઉપરાંત માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ જીત માટે ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવતા ટ્વિટ કર્યું અને પાકિસ્તાનની સાથે રમાનાર ફાઈનલ માટે શુભકામના પાઠવી હતી.
સેહવાગના આ ટ્વિટ પર કેટલાક લોકોએ તેને અપશબ્દો પણ કહ્યા તો કેટલાકે તેમને સલાહ પણ આપી કે સીનિયર ક્રિકેટર હોવા છતાં તેમને આવી કોમેન્ટ કરવી ન જોઈએ. આ પહેલા પણ સેવાગે ભારત-પાકિસ્તાન મેચને લઈને કેટલીક આવી જ ટ્વીટ કર્યા હતા જેનો જવાબ તેમને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રાશિદ લતીફે આપ્યો હતો.
ગુરુવારે બાંગ્લાદેશ સામે જીત બાદ પોતાના સત્તાવારા ટ્વિટર એકાઉન્ટ પર બાંગ્લાદેશને ટાંકીને લખ્યું, પૌત્ર, તમે સારો પ્રયત્ન કર્યો અને સેમીફાઈનલમાં પહોંચ્યા, ઘરની વાત છે. ત્યાર બાદ એ જ ટ્વીટમાં પાકિસ્તાન પર કટાક્ષ કરતાં સેહવાગે લખ્યું, ફાધર્ ડે પર દીકરા સાથે ફાઈન છે. મજાકને સીરિયસલી મત લિયો બેટે....
લંડનઃ પોતાના ટ્વીટ્સને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહબાગ એક વખત ફરી પોતાના રંગમાં જોવા મળ્યા. ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઈનલમાં બાંગ્લાદેશ સામે ભારત જીત્યા ત્યાર બાદ ફાઈનલમાં પાકિસ્તાન સામે થનારી ટક્કર પર સેહવાગનું ટ્વિટ ફરી એક વખત ચર્ચામાં છે. તેને અંદાજે 40 હજાર લોકોએ લાઈક કર્યું છે. 13 હજારથી વધારે લોકેએ તેને રિટ્વીટ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -