નવી દિલ્હી: ભારત સાથે બુધવારે સાઉથએમ્પટનમાં રમાનારા મુકાબલા પહેલા દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી બોલર ડેલ સ્ટેન આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે ડેલ સ્ટેન આગળની મેચો નહીં રમી શકે.



દક્ષિણ આફ્રિકાના આ અનુભવી બોલરને ખબાના ભાગે ઈજા પહોઁચી છે. તેથી વર્લ્ડકપની આગળની મેચો રમી શકે તેમ નથી. જેના કારણે દક્ષિણ આફ્રિકા ક્રિકેટે તેને વર્લ્ડકપમાંથી આરામ આપી દીધો છે.



નોઁધનીય છે કે આ જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે દક્ષિણ આફ્રિકાના કોચ ઓટિસ ગિબ્સને કહ્યું હતું કે સ્ટેન ફુલ ફિટનેસ તરફ આગળ વધી રહ્યો છે અને તે 85 ટકા ફિટ થઈ ચુક્યો છે. ડેલ સ્ટેન ખબાની ઈજાના કારણે પણ આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકાએ સ્ટેનની જગ્યાએ બેરન હેન્ડ્રિક્સને ટીમમાં લીધો છે.