દુબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ (આઈસીસી)એ ટી-20 ઈન્ટરનેશનલ મેચના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓછો ઓવર રેટ હોય તો ધીમી રહેતી ટીમોને મેચ દરમિયાન જ તેની સજા મળી જાય એ પ્રકારનો નિયમ આઇસીસીએ બનાવ્યો છે.


ઈન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ (આઈસીસી)ના નવા નિયમ પ્રમાણે કોઈ ટીમનો ઓવર રેટ ધીમો રહે તો તેને ડેથ ઓવર્સમાં 30 યાર્ડના સર્કલની બહાર પાંચને બદલે ચાર જ  ફિલ્ડર ગોઠવવાની મંજૂરી મળશે.  આઇસીસીએ ટી-20 ઈન્ટરનેશનલની પ્લેઈંગ કન્ડિશનમાં કરેલા આ ફેરફારનો 16 જાન્યુઆરીએ સબિના પાર્કમાં રમાનારી વિન્ડિઝ અને આયરલેન્ડની ટી-20 ઈન્ટરનેશનલ મેચથી અમલ થશે.


આ ઉપરાંત દ્વિપક્ષિય ટી-20 શ્રેણીની પ્રત્યેક ઈનિંગમાં અઢી-અઢી મિનિટના વૈકલ્પિક ડ્રિક્સ બ્રેક લઈ શકાશે. જે માટે બંને દેશોના બોર્ડે શ્રેણી અગાઉ સહમત વ્યક્ત કરવી પડશે.


આઇસીસીના નવા નિયમ અનુસાર પ્રત્યેક ઈનિંગમાં બોલિંગ ટીમે 85 મિનિટે આખરી ઓવર નાંખવાની શરૂઆત કરવી પડશે. જો ફિલ્ડિંગ કરનારી  ટીમ ધીમી બોલિંગ નાંખીને નિર્ધારિત ઓવર રેટ કરતાં પાછળ રહેશે તો બાકીની ઓવર્સ દરમિયાન તેઓ પાંચને બદલે ચાર જ ફિલ્ડરને 30 યાર્કના સર્કલની બહાર ફિલ્ડિંગમાં ગોઠવી શકશે.


હાલના નિયમ અનુસાર શરૂઆતની છ ઓવર બાદ 30 યાર્કના સર્કલની બહાર પાંચ ફિલ્ડરોને ગોઠવવાની છૂટ આપવામાં આવે છે.   સ્લો ઓવર રેટ બદલ ટીમ 30 યાર્ડના સર્કલની બહાર એક ઓછો ફિલ્ડર ઉભો રાખી શકશે અને તેનો ફાયદો બેટીંગ ટીમને મળશે.


સ્લો ઓવર રેટના નિયમ 85મી મિનિટે લાગુ જશે.   આઇસીસીએ સ્પષ્ટતા કરી છે કે, મેચ ઓફિશિઅલ્સ ડીઆરએસ રિવ્યુ, ખેલાડીને થયેલી ઈજામાં વિતેલો સમય અને અન્ય સ્વીકૃત કારણોસર વિતેલા સમયને ધ્યાનમાં રાખીને આખરી ઓવર શરૂ થવા માટે કયો સમય રાખવો તે નક્કી કરી શકશે.


અત્યાર સુધી ધીમા ઓલર રેટ બદલ દંડની રકમની જોગવાઈ કરાયેલી હતી. નવા નિયમનો કારણે મેચનું પાસુ પલટાઈ જાય એવું બનશે.


આ પણ વાંચો--


ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના


Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત


નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા


Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?


અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી