2019ના ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ ક્યારે રમાવાની છે? ભારત પહેલી મેચ ક્યારે રમશે? જાણો વિગત
આઈસીસી દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તારીખ 16 જૂને રમાશે. ગયા વર્લ્ડ કપની શરૂઆત ભારત અને પાકિસ્તાનના મુકાબલાથી થઈ હતી. આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો પ્રથમ મુકાબલો ખેલાવાનો નથી. ભારત તેની પ્રથમ વર્લ્ડ કપ મેચ સાઉથ આફ્રિકા સામે રમશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકાતાઃ આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનારા આઇસીસી વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ક્રિકેટ ચાહકોને વર્લ્ડ કપમાં ભારત અને તેના પરંપરાગત હરિફ એવા પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો ક્યારે રમાશે તે જાણવામાં સૌથી વધારે રસ હોય છે ને આ મહામુકાબલો ક્યારે થશે તે જાહેર થઈ ગયું છે.
ઈંગ્લેન્ડમાં તારીખ 30 મેથી 14 જુલાઈ સુધી 10 ટીમોના આઇસીસી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડ અને વેલ્સનાં 12 મેદાનો પર મેચો રમાશે. કોલકાતામાં મળેલી આઇસીસીની ચીફ એક્ઝિક્યુટીવ મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉના કાર્યક્રમ અનુસાર ભારતની પ્રથમ મેચ તારીખ 2 જુને ફાળવવામાં આવી હતી. જોકે અમારે 15 દિવસનો બ્રેક જાળવવો હોય તો અમે 5 જુને કે તે પછી રમી શકીએ તેમ હતા. તેમણે ઉમેર્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડની રજુઆત બાદ આઇસીસીની ચીફ એક્ઝિક્યુટીવ કમિટી આ માટે તૈયાર થઈ ગઈ છે.
અગાઉના કાર્યક્રમ મુજબ ભારતની પ્રથમ મેચ 2 જૂને રમડવાની હતી. જોકે લોઢા સમિતિએ ભારતીય ક્રિકેટરોને બે ટુર્નામેન્ટ વચ્ચે 15 દિવસનો બ્રેક આપવાની ભલામણ કરેલી હોવાથી 2019ના વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ હવે તારીખ 5 જૂને રમાશે. ભારતીય ક્રિકેટરો આઇપીએલની ફાઈનલ બાદ ૧૫ દિવસ બાદ વર્લ્ડ કપમાં ઉતરશે.
ભારતીય ક્રિકેટ બોર્ડના સિનિયર ઓફિસરને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આવતા વર્ષે આઇપીએલ તારીખ 29 માર્ચથી લઈને 19 મે દરમિયાન રમાશે. અમારે બે ટુર્નામેન્ટ વચ્ચે 15 દિવસના બ્રેકને જાળવવાનો હતો. ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ તારીખ 30 મેથી શરૂ થઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -