ન્યૂઝીલેન્ડ એક ટીમ એવી પણ છે કે જે ઘણી વખત વર્લ્ડ કપનીની ખુબ નજીક પહોંચી છે. પરંતુ એવોર્ડ સુધી પહોંચવામાં તો અસફળ જ રહી.
જો વાત કરીએ ઓલઓવર તો વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ 62 મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી છે. તેણે જ સૌથી વધુ એવોર્ડ પણ જીત્યા છે. 1987માં પેહલી વખત કપ જીતનાર ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી છે. ભારતે વર્લ્ડ કપમાં 46 મેચ જીતી છે. તેમજ બે વખત ચેમ્પિયન બન્યું છે. તો વળી વેસ્ટ ઈન્ડિઝે 41 મેચો જીતીને બે કપ પોતાને નામે કર્યા છે.
જો વધારે મેચ જીતવાની વાત આવે તો ન્યુઝીલેન્ડ બીજા નંબર પર આવે છે. તે ટીમે અત્યાર સુધીમાં 79માંથી 48 મેચો જીતી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે દર વખતે આ ટીમ ફાઈનલ કે સેમીફાઈનલ સુધી પહોંચીને અટકી જાય છે.