શ્રીલંકા તરફથી કુશલ પરેરાએ સર્વાધિક 78 રન બનાવ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબીએ 4 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા 146 રને 4 વિકેટ ગુમાવી હતી. થીરીમને 25 રન, મેન્ડિસ માત્ર 2 રન અને મેથ્યુસ શૂન્ય રને આઉટ થયો હતો. કરૂણારત્ને 30 રને આઉટ થયો હતો.
વર્લ્ડકપ 2019ના સાતમાં મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમ પોતાની પ્રથમ જીત માટે મેદાનમાં ઉતરી રહી છે. આ મેચમાં શ્રીલંકાએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે જ્યારે અફઘાનિસ્તાને ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદીન નૈબે શ્રીલંકા વિરૂદ્ધ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમ વચ્ચે આ મેચ કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.