કેમેરો તૈયાર રાખજો, ભારત 2019 વર્લ્ડકપ જીતશે તો આ ખેલાડી શર્ટ ઉતારીને ઇંગ્લેડની ગલીઓમાં ફરતો દેખાશેઃ ગાંગુલી
ગાંગુલીએ તે દિવસને યાદ કરતાં કહ્યું, ‘‘તે દિવસે સૌથી સારી વાત એ હતી કે, હું શર્ટ ઉતારી રહ્યો હતો અને લક્ષ્મણ તેને નીચે કરી રહ્યો હતો. મારી પાસે ઉભેલા હરભજને પુછ્યું કે હું શુ કરું. મે કહ્યું તું પણ ઉતારી દે.’’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંગુલી અને કોહલીએ ક્રિકેટ ઇતિહારકાર બોરિયા મજૂમદારના પુસ્તક ઇલેવન ગાડ્સ એન્ડ અ બિલિયન ઇન્ડિયન્સનું ઇનૉગ્રેશન કર્યું.
બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ ગાંગુલી એક કહ્યું, ‘‘તેની પાછળ હાર્દિક પંડ્યા હશે, 120 ટકા.’’ કોહલીએ કહ્યું, ‘‘મને નથી લાગતું કે હું એકલો રહીશ, ટીમમાં ઘણાબધા ખેલાડીના સિક્સ પેક છે, અમે બધા શર્ટ વિના જ રસ્તાંઓ પર દેખાશું, હાર્દિક પંડ્યા, બૂમરાહ વગેરે.’’
ગાંગુલીએ કહ્યું, ‘‘હું અત્યારે તમને ગેરંટી આપું છું કે, તેઓ વર્લ્ડકપ જીતી ગયા તો કેમેરો તૈયાર રાખજો. તેના સિક્સ પેક છે અને તે ટી શર્ટ વિના ઓક્સફોર્ડના રસ્તાંઓ ફરતો દેખાય તો મને કોઇ આશ્ચર્ય નહીં થાય.’’
સોળ વર્ષ પહેલા લૉડર્ઝમાં ભારતે ઐતિહાસિક નેટવેસ્ટ સીરીઝ જીત્યા બાદ પૂર્વ કેપ્ટન ગાંગુલીએ લોડર્ઝની બાલકનીમાં ટી-શર્ટ ઉતારીને લહેરાવી હતી.
ગાગુલીએ કહ્યું કે, જો ભારત વર્લ્ડકપ જીતશે તો વિરાટ કોહલી ઓક્સફોર્ડના રસ્તાંઓ અને ગલીઓમાં પર શર્ટલેસ થઇને ફરશે.
નવી દિલ્હીઃ ભારત અત્યારે વન ડેમાં મજબૂત ટીમ છે, જેને જોતા લાગી રહ્યું છે કે, 2019ના વર્લ્ડકપમાં સારૂ પ્રદર્શન કરી શકે છે. લૉડર્ઝની બાલકનીમાં સૌરવ ગાંગુલીએ શર્ટ ઉતાર્યો હતો જેને ભાગ્યેજ કોઇ ભૂલ્યું હશે, પણ હવે રિપોર્ટ આવી રહ્યાં છે કે જો ભારત 2019નો વર્લ્ડકપ જીતી જશે તો ભારતનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી તે ઘટનાને દોહરાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -