ICCએ પણ કરી ધોનીની પ્રશંસા, કર્યું આ ખાસ ટ્વિટ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની બેટિંગ ઉપરાંત વિકેટકિપિંગ માટે જાણીતો છે. વિકેટની પાછળ ધોનીની ચપળતાને કારણે અનેક બેટ્સમેનોએ પેવેલિયન પરત ફરવું પડ્યું છે. જેનું તાજું ઉદાહરણ ન્યૂઝિલેન્ડ સામેની પાંચમી વન ડેમાં જોવા મળ્યું હતું.
આઈસીસીએ ટ્વિટ કરીને ધોનીની પ્રશંસા કર્યા બાદ ભારતીય ફેન્સની ખુશીનો પાર નથી. જાપાનના એક કલાકાર યૂકો આનોએ ટ્વિટ કર્યું હતું કે, અમને કઈંક સૂચન આપો, જે જિંદગીને ચમકાવવામાં મદદ કરે. જેનો જવાબ આપતાં આઈસીસીએ કહ્યું કે, જયારે પણ સ્ટંપની પાછળ ધોની હોય ત્યારે ક્રિઝ ન છોડો.
253 રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે ન્યૂઝિલેન્ડનો બેટ્સમેન નિશામ 32 બોલમાં 44 રન બનાવીને ટીમને વિજય નજીક લઈ જઈ રહ્યો હતો ત્યારે ધોનીએ પોતાના ચાલાકીથી તેને પેવેલિયન પરત મોકલ્યો હતો. ધોનીએ શાનદાર થ્રો દ્વારા તેને રન આઉટ કર્યો હતો. ધોનીની ચપળતાનું આઇસીસી પણ પ્રશંસક બન્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -