મુંબઈને રોમાંચક મેચમાં પૂણેએ 7 વિકેટે હરાવ્યું, સ્મિથ મેન ઓફ ધ મેચ
અહીં રમાયેલી મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૮૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ખાસ રોમાંચક નહીં બનેલી મેચમાં પૂણેની ટીમે ૧૯.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૮૭ રન કરીને મેચ જીતી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂણેઃ આઇપીએલ-10ની બીજી મેચમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું હતું. મુંબઇના 185 રનના પડકારનો પીછો કરતા પૂણેએ 19.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકારને મેળવી લીધો હતો. પૂણે તરફથી સ્ટીવ સ્મિથ (84*) અને અજિંક્ય રહાણેએ (60) સૌથી વધુ રન બનાવ્યા હતા.
૧૮૫ રનના ટારગેટ સામે રમતાં પૂણે માટે રહાણે અને સ્મિથે શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર મયંક અગ્રવાલ માત્ર છ રન કરી શક્યો હતો પરંતુ ત્યાર બાદ રહાણે અને સ્ટિવ સ્મિથે મળીને ટીમનો સ્કોર ૯૩ સુધી પહોંચાડ્યો હતો. ૧૧મી ઓવરમાં રહાણે ૬૦ રન ફટકારીને આઉટ થયો હતો. તેણે ૩૪ બોલની ઇનિંગ્સમાં ત્રણ સિક્સર ફટકારી હતી.
કેપ્ટન સ્મિથે ટીમનો વિજય આસાન બનાવી દેતી બેટિંગ કરી હતી. તેણે ૫૪ બોલમાં અણનમ ૮૪ રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સર અને સાત બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો. મહેન્દ્રસિંહ ધોનીએ ૧૨ રન નોંધાવ્યા હતા.
અગાઉ હાર્દિક પંડ્યાએ ઇનિંગ્સના અંત ભાગમાં ઝંઝાવાતી બેટિંગ કરતાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. બટલરે ૨૦૦.૦૦ના સ્ટ્રાઇક રેટથી ૧૯ બોલમાં ત્રણ સિક્સર સાથે ૩૮ રન ફટકાર્યા હતા. પોલાર્ડે પણ સુંદર બેટિંગ કરી હતી અને ૨૭ રન ફટકાર્યા હતા પરંતુ ટીમને ૧૮૪ના સ્કોર સુધી પહોંચાડવાનો યશ બરોડાના રણજી ક્રિકેટર હાર્દિક પંડ્યાને ફાળે ગયો હતો.
મુંબઈની ટીમ હવે નવમીએ વાનખેડે સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે તો પૂણેનો મુકાબલો આઠમીએ ઇન્દોર ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ સામે થશે. મેચની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...
- - - - - - - - - Advertisement - - - - - - - - -