Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
IND v ENG: સંઘર્ષ બાદ ઓવલમાં ભારતની 118 રનથી હાર, ઈંગ્લેન્ડનો 4-1થી શ્રેણી વિજય
પાંચમા દિવસની શરૂઆતમાં લોકેશ રાહુલ અને અજિંક્ય રહાણેએ ઈંગ્લેન્ડના બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો. રાહુલ અને રહાણએ 119 રનની ભાગીદારી કરી હતી. જે બાદ રહાણે 37 રન મોઈન અલીની ઓવરમાં ચોથી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનારો હનુમા વિહારી બીજી ઈનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સ્ટોક્સે તેને વિકેટકિપરના હાથે કેચ આઉટ કરાવી ભારતને પાંચમો ફટકો આપ્યો હતો. જે બાદ રાહુલ અને પંતે 204 રનની ભાગીદારી કરી હતી. રાહુલ 149 રન બનાવી રાશિદની ઓવરમાં બોલ્ડ થતાં ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. પંત પણ 114 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. જે બાદ જાડેજા અને ઈશાંતે થોડો પ્રતિકાર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓવલઃ ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 464ના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 345 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે યજમાન ટીમનો 118 રનથી વિજય થયો હતો. મેચના પાંચમા અને અંતિમ દિવસે ભારતીય બેટ્સમનો અજિંક્ય રહાણે (37 રન), લોકેશ રાહુલ (149 રન) અને રિષભ પંત (114 રન)એ ઈંગ્લેન્ડના બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો, તેમ છતાં મેચ ડ્રો કરી શક્યા નહોતા. ઈંગ્લેન્ડ પ્રથમ,બીજી, ચોથી અને પાંચમી ટેસ્ટ જીત્યું હતું, જ્યારે ભારતનો ત્રીજી ટેસ્ટમાં વિજય થયો હતો. ઈંગ્લેન્ડે મેચ જીતીને કૂકને યાદગાર ફેરવેલ આપી હતી. એન્ડરસને છેલ્લી વિકેટ તરીકે શમીને આઉટ કરતાં જ ક્રિકેટ વિશ્વમાં સૌથી વધારે વિકેટ લેનારો ફાસ્ટ બોલર બની ગયો છે.
ચોથા દિવસે ઈંગ્લેન્ડે તેની બીજી ઈનિંગ 8 વિકેટના નુકસાન પર 423 રન બનાવી ડિકેલર કરી હતી. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં 40 રનની લીડ મળી હતી. ચોથા દિવસે કરિયરની અંતિમ ઈનિંગ રમતા કૂક અને કેપ્ટન રૂટે શાનદાર સદી ફટકારી હતી. કૂકે રૂટ સાથે ત્રીજી વિકેટ માટે 259 રનની ભાગીદારી નોંધાવી હતી. જે બાદ રૂટ 125 રન બનાવી હનુમા વિહારીની ઓવરમાં ત્રીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. ત્રીજી વિકેટ માટે ભારતને 67 ઓવર રાહ જોવી પડી હતી. જે પછીના બોલ પર હનુમાએ કૂકને 147 રન પર આઉટ કરતાં તેની કરિયરની અંતિમ ઈનિંગનો અંત આવ્યો હતો.
ચોથા દિવસે ઈંગ્લેન્ડે આપેલા 464 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની દર વખતની જેમ નબળી શરૂઆત થઈ હતી. ઈનિંગની ત્રીજી જ ઓવરમાં ભારતે ધવન (1 રન) અને પૂજારા (0 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને વિકેટ એન્ડરસને ઝડપી હતી. ભારત આ ઝટકામાંથી ઉગરે તે પહેલા જ ચોથી ઓવરમાં બ્રોડે કોહલીને (0 રન) પેવેલિયન પરત મોકલી દીધો હતો. જે બાદ દિવસના અંત સુધી લોકેશ રાહુલ અને અજિંક્ય રહાણેએ બાજી સંભાળી હતી.
ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 332 રન નોંધાવ્યા હતા. જોસ બટલરે 89 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી જાડેજાએ 4 વિકેટ લીધી હતી. ભારતે તેની પ્રથમ ઈનિંગમાં 292 રન બનાવ્યા હતા. જેમાં જાડેજાએ સર્વાધિક અણનમ 86 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -