એડિલેડમાં ફ્લોપ રહેલ આ બેટ્સમેનની સુનીલ ગાવસકરે કાઢી ઝાટકણી
ગાવસકરે કહ્યું કે, ભારતના બેટ્સમેન છેલ્લે કરેલી ભૂલોમાંથી શીખવા નથી માગતા અને તે વારંવાર ભૂલ કરે છે અને વારંવાર એક જ રીતે આઉટ થાય છે. જ્યારે બોલ બેટથી દૂર હોય ત્યારે જ ડ્રાઈવ મારવાનો પ્રયત્ન કરે છે. આ તમામ શોટ્સ એવા છે જે સફેદ બોલના ક્રિકેટના શોટ્સ છે. સફેદ બોલના ક્રિકેટ (વનડે અને ટી20)ના ક્રિકેટમાં આવા શોટ્સની સાથે તમે સફળ થઈ શકો છો પરંતુ ટેસ્ટમાં વધારે મૂવમેન્ટ હોવાને કારણે આઉટ થઈ જાવ છે. જો ભૂલ ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લેન્ડમાં અને દક્ષિણ આફ્રીકમાં કરી હતી તે અહીં પણ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએડિલેડઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકર ટીમ ઇન્ડિયાના ઓપનલ કેએલ રાહુલના સતત ખરાબ ફોર્મથી નારાજ છે. તેણે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, જો આ બેટ્સમેન બીજી ઇનિંગમાં પણ રન ન બનાવે તો તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવો જોઈએ. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં રાહુલ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. આમ ટીમ ઇન્ડિયાને ફરી એક વખત ખરાબ શરૂઆત કરી હતી.
રાહુલે જોશ હેજલવુડની ઓફ સ્ટમ્પ બહાર જઈ રહેલ બોલ સાથે છેડછાડ કરી અને સ્લિપ પર આઉટ થઓ હતો. થર્ડ સ્લિપમાં ઉભેલ એરોન ફિન્ચે કોઈ ભૂલ ન કરી અને મેજબાન ટીમને સારી શરૂઆત અપાવી. રાહુલના આ પ્રદર્શનને જોયા બાદ ગાવસકરે કહ્યું, કેએલ રાહુલ જો આ મેચની બીજી ઇનિંગમાં પણ રન ન બનાવે તો તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવો જોઈએ. તેની પાસે હવે આત્મવિશ્વાસ નથી બચ્યો. એક સમયે એ એવો ખેલાડી હતો જ્યારે પૂરા આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરતો હતો પરંતુ હવે તે એવો જોવા મળી રહ્યો નથી. તે સતત એક્રોસ ધ લાઈન રમે છે. તેનામાં ઓફ સ્ટમ્પના બહારના બોલને રમવાને લઈને અનિશ્ચિતતા હોય છે. તેનામાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો.
ગાવસકરને જ્યારે એ પૂછવામાં આવ્યું કે જો રાહુલને બહારનો રસ્તો બતાવવામાં આવો તો ઇનિંગની શરૂઆત કોણ કરશે તો તેણે કહ્યું કે, મંયક અગ્રવાલ ઘરઆંગણે ઘણાં રન બનાવી રહ્યો છે અને તેને તમે છોડી રહ્યા છો. ગાવસકરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ માટે ભલે 18 ખેલાડીની ટીમ ગઈ હોય પરંતુ તેમાંથી 13 ખેલાડીઓને જ મેચ રમવાની તક મળસે અને બાકીના પાંચ ખેલાડી નેટ બોલર બનીને પરત ફરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -